Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સી.એમ.ઇ.દરમિયાન ડો. સાવલિયા અને ડો. તલાટીનું અભિવાદન

રજકોટઃ કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડ ડોકટર એસોસીએશન દ્વારા નેફ્રોકેર હોસ્પિટલના સુપ્રસિદ્ધ નેફ્રોલોજીસ્ટ ડો. ડેનીસ સાવલિયાનો કરંટ અપ્રોચ ટુ રીકરન્ટ યુ.ટી.આઇ. ઉપર સી.એમ.ઇ.નું આયોજન કરવામાં આવેલ. આ સી.એમ.ઇ.માં એસોસીએશનના સભ્ય ડો. જીજ્ઞેશ તલાટીનું ૪ર વાર રકતદાન કરવા બદલ એસોસીએશનના પ્રમુખ અને તેની ટીમ દ્વારા સવિશેષ અભિવાદન કરવામાં આવેલ હતું સાથોસાથ ડો. ડેનીસ સાવલિયાઅ કરંટ અપ્રોચ ટુ રીકરન્ટ યુ.ટી.આઇ. ઉપર લેટેસ્ટ ટ્રીટમેન્ટ અને મેનેજમેન્ટ ઉપર ઉપયોગી જાણકારી આપી તે બદલ તેમનું પણ શિલ્ડ આપી ડોકટર એસોસીએશનના પ્રમુખ ડો.એમ.વી.વેકરીયા, ચેરમેન ડો. સંજય દેસાઇ, સેક્રેટરી ડો. પ્રશાંત ગણાત્રા, ચી. એડવાઇઝર ડો. અમીત હપાણી અને એસોસીએશનના દરેક મેમ્બર્સ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું.

(4:11 pm IST)