Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા શનિવારે કર્મચારી અભિવાદન સમારોહ

ડો. બાબા સાહેબ આંબેડકર જયંતિની પૂર્વ સંધ્યાએ

રાજકોટ, તા. ૧૧ : અનુસૂચિત જાતિ કેળવણી મંડળ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા થયેલ સંવૈધાનિક જોગવાઇને આધિન સામાજીક પ્રતિનિધિત્વરૂપે સરકારી નોકરી પામેલ અનુસૂચિત જાતિના કર્મચારીઓનું સ્નેહમિલન યોજવામાં આવ્યું છે.

ભીમ જયંતિની પૂર્વસંધ્યાએ એટલે કે તા. ૧૩ના લક્ષ્મી સોસાયટીના આંબેડકર હોલમાં યોજાનાર આ સમારોહમાં વિતેલા વર્ષ ર૦૧૮-૧૯માં રાજકોટ શહેરના વિવિધ સરકારી કાર્યાલયોમાં નવનિયુકતી પામનાર તેમજ વયનિવૃત્ત થનાર સમસ્ત અનુસૂચિત જાતિના કર્મચારીઓનું અભિવાદન કરાશે. વિવિધ સરકારી ઓફીસના વેલ્ફેર એસોસીએશનના પદાધિકારીઓનું પણ બહુમાન કરવામાં આવશે.

સમારોહના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનર મનસુખભાઇ સાગઠીયા, જયારે વિશેષ આમંત્રિત મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર (કાર્યવાહક), રમેશભાઇ પરમાર, પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડીંગ ઇજનેર કે.જે. ખાવડુ, પશ્ચિમ રેલ્વેના વેલ્ફેર ઓફીસર શૈલેષભાઇ મકવાણા, એ.જી. ઓફીસના વેલ્ફેર ઓફીસર એમ.જે. ચંદે ઉપસ્થિત રહેશે.

વિવિધ ઓફીસના વેલ્ફેર એસોસીએશનના પદાધિકારીઓ સર્વશ્રી મનુભાઇ ધાધલ (મંત્રી ગુજરાત કર્મચારી ઉત્કર્ષ મંડળ, રાજકોટ), પી.કે. રાખૈયા (પ્રમુખ, પછાત વર્ગ ઉત્કર્ષ મંડળ, મહાનગર પાલિકા), અશોકભાઇ રાઠોડ (જનરલ સેક્રટરી, પછાત વર્ગ ત્કર્ષ મંડળ મહાનગર પાલિકા), ભરતભાઇ બારૈયા (પ્રમુખ , સફાઇ કામદાર જાગૃતિ મંડળ), નટુભાઇ પરમાર (મંત્રી સફાઇ કામદાર જાગૃતિ મંડળ), એન.એચ. રાઠોડ (જનરલ સેક્રેટરી, એલ.આઇ.સી. સેક્રેટરી, જનરલ ઇન્સ્યુરન્સ એસસી/એસટી એમ્પ્લોઇઝ પરિષદ), નાનાજીભાઇ ચાંડપા (જનરલ સેક્રેટરી, પોસ્ટ વિભાગ એસસી/એસટી વેલ્ફેર એશોસીએશન), જે.એમ. પરમાર (ડીવીઝન પ્રેસીડેન્ટ, આર.એમ.એસ. વિભાગ વેલ્ફેર એસોસીએશન), અરવિંદભાઇ એમ. પરમાર (જિલ્લા પ્રમુખ, એસસી/એસટી વેલ્ફેર એસોસીએશન, બીએસએનએલ), રમેશભાઇ બાબરીયા (જિલ્લા મંત્રી એસસી/એસટી વેલ્ફેર એસોસીએશન, બીએસએનએલ), હિરેનભાઇ મકવાણા (જનરલ સેક્રેટરી, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક વેલ્ફેર એસોસીએશન), આર.કે. ડીયા (પ્રમુખશ્રી, એ.જી. ઓફીસ એસસી/એસટી વેલ્ફેર એસોસીએશન), જયંતભાઇ પારીયા (ઉપપ્રમુખ, બેન્ક ઓફ ઇન્ડીયા વેલ્ફેર એસોસીએશન) વિગેરેનો સમાવેશ થાય છે.

૧૦ વર્ષોથી અવિરત વિદ્યાર્થી સન્માન સમારોહ, સંવિધાન સ્વીકાર દિવસ ઉજવણી અને ભીમ જયંતિએ પાણીની પરબ આયોજીત કરતા આ મંડળની વાર્ષિક સભ્ય ફી રૂ. પ૦૦ ભરનાર ૧૦૦થી અધિક સમાજપ્રેમી મિત્રોને પણ આ સમારોહમાં આમંત્રિત કરાયા છે.

સમારોહની સફળતા માટે સંસ્થાના પ્રમુખ અલ્કેશભાઇ ચાવડા, ઉપપ્રમુખ કિશોરભાઇ રાઠોડ, મંત્રી ચેતન રાઠોડ, ખજાનચી જયસુખ બારોટ, સહમંત્રી સુકેતુ રાઠોડ અને કારોબારી સભ્યો સર્વશ્રી મનોજ રાઠોડ, કિરીટ પરમાર, જગદીશ વણોલ, દર્શિલ મકવાણા, દિવ્યેશ પરમાર અને નિલેશ જોશી જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:10 pm IST)