Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

મારામારીમાં મિલન ગોંડલીયા અને દારૂના ગુનામાં રસિક કોળીને પાસા

ભકિતનગર પોલીસે મિલનને અને કુવાડવા પોલીસે રસિક ઉર્ફે અબીનને વડોદરા જેલમાં ધકેલી દીધા

Alternative text - include a link to the PDF!

રાજકોટ તા.૧૨: ભકિતનગર વિસ્તારમાં મારામારીના ગુન્હામાં સામેલ બાવાજી અને કુવાડવા પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં સામેલ કોળી શખ્સને પાસામાં ધકેલી દીધા છે.

મળતી વિગત મુજબ આહીર ચોકમાં થોડા દિવસ પહેલા થયેલી મારામારીના ગુન્હામાં ભકિતનગર પોલીસ મથકમાં પકડાયેલા મિલન નરભેરામભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૬) (રહે. ધનશ્યામનગર શેરીનં. ૪ કોઠારીયા રોડ)ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવી તથા પીએસઆઇ પી.બી. જેબલીયા, બી.બી. કોડીયાતર, હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, ધનશ્યામભાઇ મેણીયા, રણજીતસિંહ, કિશોરભાઇ, વાલજીભાઇ તથા રાજશીભાઇ સહિતે મિલન ગોંડલીયાને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો છે.

જયારે કુવાડવા પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુન્હામાં સામેલ રસિક ઉર્ફે અબીન ઉર્ફે રતી છગનભાઇ વાટીયા (ઉ.વ.૨૩) (રહે. નવાગામ દેવનગર મફતીયાપરા મૂળ ગારીડા,તા. ચોટીલા) ને પાસામાં ધકેલવા માટે પોલીસ કમિશ્નરે વોરંટ ઇસ્યુ કરતા કુવાડવા પોલીસ મથકના પીઆઇ એમ.કે. ઝાલા, હેડ કોન્સ. હિરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, બુટાભાઇ ,મનીષભાઇ, અજીતભઇ, દેવેન્દ્રસિંહ સહિતે રસીક ઉર્ફે અબીન ઉર્ફે રતીની પાસા તળે અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો છે

(4:10 pm IST)