Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

બેડીનાકા વિસ્તારમાં કોંગ્રેસની મીટીંગઃ વિવિધ હોદેદારોઓની વરણી

બુથ ઈન્ચાર્જ સુનિલ ચૌહાણ, ઉપપ્રમુખ મિલન રાઠોડ

રાજકોટ,તા.૧૨: શહેર કોંગ્રેસ દ્વારા બેડીનાકા વિસ્તારના તમામ બુથ કાર્યકારોની મિટિંગનું આયોજન કરેલ. કોંગ્રેસ અગ્રણીશ્રી  અશોકસિંહ વાઘેલા, દિલીપભાઈ આસવાણી અને વોર્ડ પ્રમુખશ્રી ગૌરવભાઈ પુજારા, મહામંત્રીશ્રી વિજયભાઈ સીતાપરા દ્વારા વિસ્તૃત ચર્ચા કરી અને કાર્યકરોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.

આ કાર્યક્રમમાં બેડીનાકા વિસ્તારના સુનીલભાઈ ચૌહાણને બુથ ઈન્ચાર્જ, મિલનભાઈ રાઠોડને ઉપપ્રમુખ અને બીદેશભાઈ પડીયાની મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી.

આ નિમણુકને શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અશોકભાઈ ડાંગર, શહેર કોંગ્રેસ અગ્રણી મનુભાઈ કોટક, એડવોકેટ શ્રીતુષારભાઈ દવે, નિતીનભાઈ મોરાણીયા, હરીભાઈ ભોજા, રાહુલ મોરાણીયા, હરીશભાઈ માવાણી, માલભાઈ, શબીરભાઈ વોરા, મૃતૃજા વોરા, ચંદુશભાઈ શેખ, કડીવાર નીલેશ, ભાસ્કરભાઈ પંડ્યા, નિલેશભાઈ કડીવાર, કૌશીક રાચ્છ, બહાદુરભાઈ રાઠોડ, ગીરીશભાઈ કાપડીયા, લલીતભાઈ ચૌહાણ, ચેતનભાઈ ત્રીવેદી, હસમુખભાઈ સીતાપરા, વિમલભાઈ સીતાપરા, ભરતભાઈ મકવાણા, કમલેશભાઈ મચ્છર, રાજુભાઈ કનકસિંહ, દિલીપભાઈ ચચા, ભગાભાઈ સોની, ગુરૂભાઈ, પ્રકાશભાઈ ગીરી, ધર્મેશ શેઠ, સંદિપ કડીવાર, રમેશભાઈ સીતાપરાએ આવકારી અભિનંદન પાઠવેલ તેમ યાદીમાં જણાવાયું છે.

(4:07 pm IST)