Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ધોળકીયા સ્કૂલમાં ફી પ્રશ્ને કોંગ્રેસની રજૂઆત

રાજકોટઃ. શહેરની પંચાયતનગર યુનિવર્સિટી રોડ સ્થીત શ્રી જી.કે. ધોળકીયા સ્કૂલમાં ફી વધારા પ્રશ્ને આજે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ધોળકીયા સ્કૂલ દ્વારા યોગ્ય ખાત્રી આપવામાં આવી હતી. ધોળકીયા સ્કૂલ દ્વારા જણાવ્યુ હતુ કે બીજા સત્રની ફી બાકી છે એ ભરવા વાલી આવે ત્યારે પ્રથમ સત્રમાં જો એફઆરસી દ્વારા નિયત કરેલ ફી કરતા વધુ ભરેલ હશે તો આ ફીને બીજા સત્રમાં બાદ કરી આપવામાં આવશે. રજૂઆતમાં કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપુત, કેયુર મસરાણી, જયપાલસિંહ રાઠોડ, ગોપાલભાઈ સહિતના જોડાયા હતા તે સમયની તસ્વીર.

(3:45 pm IST)