Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

નિતીન ભુતની નિયુકિતને વધાવતો મહીલા મોરચો

 રાજકોટ : શહેરના વોર્ડ નં. ૮ના પ્રભારી અને શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય નિતીન ભુતને શિક્ષકોની ભરતી માટે રાજયકક્ષાની પસંદગી સમિતિમાં નિયૂકિત થતા વોર્ડ નં. ૮ ના મહીલા મોરચાના બહેનો દ્વારા તેમને  બુકે અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે જાગૃતીબેન ઘાડીયા, વિજયાબેન વાછાણી, હર્ષીદાબેન કાસુન્દ્રા, રક્ષાબેન જોષી, રીટાબેન સખીયા, જયોતીબેન લાખાણી, વંદનાબેન સોની, અલ્કાબેન કામદાર, રંજનબેન વોરા, રંજનબેન ઉમરાણીયા, શોભનાબેન સોલંકી, રાજુલબેન ચૌહાણ,રાજશ્રીબેન વાગડીયા સહીતના ઉપસ્થિત રહયા હતા.

(3:45 pm IST)