Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

મ.ન.પા.ના શાસક પક્ષના દલસુખભાઇ જાગાણીનો આજે જન્મદિવસઃ ઠેરઠેરથી શુભેચ્છાઓ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર અને મ્યુ. કોર્પોરેશનનાં શાસક પક્ષનાં નેતા દલસુખભાઇ જાગાણીનો આજે તા. ૧૧ નવેમ્બરનાં જન્મ દિન છે. તેઓ વોર્ડમાં લોક પ્રશ્ન ઉકેલવા સતત દોડતા રહે છે. અનેક વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેઓ પ્રજાપતિ સમાજમાં બહોળી ચાહના ધરાવે છે. આજે તેમના જન્મ દિવસે રાજકીય આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકો તથા મીત્ર, પરિવારજનો દ્વારા શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. જયારે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કોર્પોરેટર રાજૂભાઇ સોરઠીયા, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી તથા મ્યુ. કોર્પોરેશનનાં ભાજપનાં કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. તે વખતની તસ્વીર (મો. નં. ૯૪ર૭ર ૦૦૧ર૭)

(3:38 pm IST)