Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બેંક કામદારોની દિવાળી સુધરીઃ ૧૫ ટકા વેતન વધારો મંજુર

૧૧માં વેતન કરાર ઉપર આઈબીએ અને યુનિયનો વચ્ચે મુંબઈ ખાતે થયા સહી-સિકકા વન નેશન- - વન સેલેરીનો કોન્સેપ્ટ અપનાવાયોઃ વર્ષે રૂ.૩૩ ૮૫ કરોડનો બોજો : ૨૯ બેકોના પાંચ લાખ કર્મચારીઓને ફાયદો થશે : નવેમ્બર- ૨૦૧૭ થી મળશે એરીઅર્સ : વેતન વધારો ઓકટો.૨૦ર૨ ર સુધીનો : પહેલીવાર સમગ્ર ભારતમાં એક સમાન બેઝીક, ડીએ, એચ.આર.એ., સ્પેશ્યલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વગેરે નકકી થયુ

રાજકોટ, તા.૧૧ :. દેશભરનાં બેંક કર્મચારીઓને દિવાળી પહેલાં જ ખુશખબર પ્રાપ્ત થયા છે. આઈબીએ  અને યુનિયનો વચ્ચે ગઈકાલે મુંબઈ ખાતે ૧૧મા વેતન કરાર ઉપર સહી-સિકકા કરવામાં આવ્યા છે જે  અંતર્ગત ૧૫ ટકા વેતન વધારો નવેમ્બર-૨૦૧૭થી દરેક કર્મચારીઓને મળશે. એટલું જ નહીં તેનું  એરીઅર્સ પણ એ તારીખથી મળશે. આ વેતન વધારો ઓકટો.ર૦૨૨ સુધીનો રહેશે. આ વેતન  વધારાનો લાભ ૧૨ જાહેરક્ષેત્રની, ૧૦ પ્રાઈવેટ અને ૭ દિવેશી બેંકો મળી કુલ ૨૯ બેંકોના પ લાખ  કર્મચારીઓને મળશે. આ વેતન કરારની સૌથી મોટી બાબત એ છે કે પહેલીવાર વન નેશનવન  સેલેરીનો કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે અને સૌ પહેલી વખત દેશભરમાં તમામ બેંકના  કર્મચારીઓને એક સમાન બેઝીક, ડીએ, એચઆરએ, સ્પેશ્યલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વગેરે  મળશે.  

૧૧મા વેતન કરાર માટે યુનિયનો છેલ્લાં ત્રણ વર્ષથી લડત ચલાવતાં હતા અને આખરે  શ્રેણીબધ્ધ બેઠકો બાદ ગઈકાલે વેતન કરાર ઉપર સહી-સિકકા થતાં કર્મચારીઓમાં આનંદની લાગણી  પ્રસરી છે અને આજે બેંક કામદારોએ પરસ્પર મીઠા મોઢા કરાવી ખુશી વ્યકત કરી હતી. અત્રે એ  નોંધનીય છે કે કોરોનાના કપરા કાળમાં પણ તમામ બેંક કર્મચારીઓએ એક વોરીયર્સની જેમ પોતાની  ફરજ બજાવી એક ઉદાહરણ પુરું પાડયુ હતું. હવે તેઓને આ લડત અને સેવાનું ફળ પ્રાપ્ત થયું છે.  

વેતન કરારની વિગતો અનુસાર કલાર્કનો બેઝીક પે રૂ.૧૭૯૦૦/- થી રૂ.૬૫૮૩૦/- અને સબ  સ્ટાફનો રૂ.૧૪૫૦૦/- થી રૂ.૩૭૧૪૫/-નો રહેશે. કલાર્કને સ્ટેગ્નેશનલ ઈન્ક્રીમેન્ટ રૂ.૧૯૯૦- નું  દર બે વર્ષે ફુલ ૯ ઈન્ક્રીમેન્ટ મળશે જયારે સબ સ્ટાફને તે રૂ.૧૦૦૦/-નું રહેશે. સ્પેશ્યલ એલાઉન્સ  બેઝીક પે - ડીએના ૧૭.૪ ટકા લેખે મળશે. જયારે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ કલાર્ક અને સબ સ્ટાફને દર  મહીને રૂ. ૬૦૦/- મળશે. ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ઉપર ડીએ પણ મળવાપાત્ર થશે. દેશભરમાં એક સમાન  ૧૦.૨૫ ટકા એચઆરએ પણ મળવાપાત્ર થશે. મેડીકલ સહાય દર વર્ષે રૂ.૨૩૫૫/- મળશે.  

વેતન વધારાની વિગતો અનુસાર દરેક કર્મચારીને એલએકસીમાં પણ ઘણી રાહતો આપવામાં  આવી છે. અંતર રીવાઈઝ કરવામાં આવ્યું છે જે મહતમ ૪૪૦૦ કિમી નોન સબસ્ટાફને સબ સ્ટાફને મહતમ પર૦૦ કિમી રહેશે આમાં કર્મચારી પોતાની કાર ધ્વારા પણ મુસાફરી કરી શકશે જે માટે ૧ કિલો મીટરે રૂ.૮ આપવામાં આવશે. શતાબ્દી અને રાજધાની ટ્રેનમાં પણ મુસાફરી કરી શકાશે.

સાયકલ એલાઉન્સ રૂ. ૧૦૦થી વધારી રૂ. ૧૫૦ જ્યારે વોશીંગ એલાઉન્સ રૂ. ૧૫૦થી વધારી રૂ. ૨૦૦ કરવામાં આવ્યું છે.

મોંઘવારી ભથ્થુ - મૂળ પગારમાં મોંઘવારીનો આંક ૬૩૫૨ ભેળવી દેવાયા બાદ ૬૩૫૨ના ભાવાંક ઉપર દર ૪ પોઈન્ટના એક સ્લેબ ઉપર મોંઘવારી ભથ્થુ ૦.૦૭ ટકાના દરે ચૂકવવામાં આવશે. તા. ૧-૧૧-૨૦૧૭ના રોજ મોંઘવારી ૨.૬૬ ટકાના દરે ચુકવાશે. તા. ૧-૧૧-૨૦૨૦ના રોજ મોંઘવારી ૨૩.૮ ટકાના દરે ચુકવાશે.

ઘરભાડુ - હાલમાં ઘરભાડું ત્રણ સ્ટેજમાં શહેરની વસ્તી મુજબ ચુકવવામાં આવે છે. હવે એવું નક્કી કરવામાં આવેલ છે કે દરેક શહેરમાં ઘરભાડુ સમાન દરે ચુકવવામાં આવશે. હવે પછી ઘરભાડુ મૂળ પગારના ૧૦.૨ ટકા લેખે મળશે. જ્યારે કર્મચારીને રી-ડિપ્લોઈ કરવામાં આવે ત્યારે ઘરભાડાના ૧૫૦ ટકા રસીદ આપવી પડે.

સ્પેશ્યલ એલાઉન્સ - કલાર્ક અને સબસ્ટાફને મૂળ પગારના ૧૬.૪ ટકાના દરે ચુકવવામાં આવશે. હીલ અને ફયુઅલ એલાઉન્સ ૮/૪/૩ ટકા મળશે. મેડીકલ એઈડ-૧.૧૧.૨૦૧૭થી રૂ. ૨૩૫૫ વાર્ષિક ધોરણે મળશે.

એલ.એફ.સી. કલાર્કઃ ૨૨૦૦ કિ.મી. બે વર્ષનો બ્લોક ૪૪૦૦ કિ.મી. ચાર વર્ષનો બ્લોક, સબ સ્ટાફઃ ૨૬૦૦ કિ.મી. બે વર્ષનો બ્લોક ૫૨૦૦ કિ.મી. ચાર વર્ષનો બ્લોક રહેશે.

ડિપેન્ડન્ટ ઈન્કમ રૂ. ૧૨૦૦૦ મળશે.

હોલ્ટીંગ એલાઉન્સ - કલાર્ક રૂ. ૧૦૫૦૦, રૂ. ૯૦૦, રૂ. ૬૭૫, સબ સ્ટાફ રૂ. ૭૫૦, રૂ. ૬૦૦, રૂ. ૩૭૫ મળશે.

નવુ લોજીંગ એલાઉન્સ રૂ. ૨૫૦૦, રૂ. ૨૦૦૦, રૂ. ૧૫૦૦ પ્રાપ્ત થશે.

રજાના નિયમઃ ૩૦ વર્ષની નોકરી પછી ૩ (ત્રણ) મહિનાની અડધા પગારે માંદગીની રજા, મહિલાઓની રજામાં વધારો તે મુજબ રહેશે.

સજાઃ ફકત કયુમ્યુલેટીવ સજા વધારે ફકત બે વર્ષ માટે ૨ ઈન્ક્રીમેન્ટ રહેેશે.

રજાના રોકડમાં રૂપાંતર - ૫૫ વર્ષની નીચે પણ તહેવાર ૫૫ વર્ષ ઉપર ૭ દિવસની રજા, (આ ઉપરાંત એલ.એફ.સી. અને નિવૃતિ વખતે રજાનું રોકડમાં રૂપાંતર).

પરફોર્મન્સ લીંક ઈન્સેન્ટીવ ઓપરેટીંગ પ્રોફીટ ૫ ટકા  - કંઈ નહી. પરફોર્મન્સ લીંક ઈન્સેન્ટીવ ઓપરેટીંગ પ્રોફીટ ૧૦ ટકા - ૬ દિવસનો પગાર તથા મોંઘવારી, પરફોર્મન્સ લીંક ઈન્સેન્ટીવ ઓપરેટીંગ પ્રોફીટ ૧૫ ટકા - ૧૦ દિવસનો પગાર તથા મોંઘવારી, પરફોર્મન્સ લીંક ઈન્સેન્ટીવ ઓપરેટીંગ પ્રોફીટ ૧૫ ટકા - ૧૫ દિવસનો પગાર તથા મોંઘવારી રહેશે.

જેવી કે પીકયુસી, સ્પેશ્યલ પેય, એફપીપી, ઘરભાડુ, તબીબી સહાય વગેરે અંગે વાટાઘાટથી નિર્ણય લેવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પર મોંઘવારી કોઈ પણ ઉદ્યોગમાં ન હોય તેવી સિદ્ધિ આ કરારમાં મેળવવામાં આવેલ છે. એટલે કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પર હવે પછી મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવશે. આ એક અનન્ય સિદ્ધિ છે.

આજે જ્યારે દરેક ક્ષેત્રમાં પગાર કાપ મોંઘવારી ભથ્થામાં કાપ જેવી મહામારીની અસર પ્રવર્તી રહેલ છે તે સંજોગોમાં બેન્ક કર્મચારીઓને ૧૫ ટકાનો પગાર વધારો મળેલ છે તે નોંધનીય છે.

(3:13 pm IST)