Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બેડી માર્કેટ યાર્ડની ગુજરાત એગ્રી ટ્રેડ પેઢીના પ્રોપરાઇટર સામે ચેક રીટર્નની કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા.૧૧: બેડી માર્કેટ યાર્ડની પેઢી ગુજરાત એગ્રી ટ્રેડના પ્રોપરાઇટર સામે ચેક રીટર્નની ફરીયાદ બે ફરીયાદો કોર્ટમાં થયેલ છે.

અત્રે રાજકોટના ફરીયાદી શ્રી હરી રામ એગ્રીના પ્રોપરાઇટર અશોકભાઇ વ્રજલાલ રૂપારેલના કુ.મું દરજજે વિજયભાઇ અશોકભાઇ રૂપારેલ ઠે.શોપ બી./નં.૧૯૨ ન્યુ માર્કેટ યાર્ડ બેડી રાજકોટવાળા ઉપરોકત સરનામે કમીશન એજન્ટ તરીકે ધંધો કરે છે. અને આ કામના આરોપી કપીલભાઇ સુરેશભાઇ કોટક, તે ગુજરાત એગ્રી ટ્રેડના પ્રોપરાઇટર, ઠૈ.દુકાન નં. એ/૧૮૭ ન્યુ માર્કેટ યાર્ડ બેડી ઉપરોકત સરનામે અનાજ, કઠોડનો હોલસેલ વેચાણ ધંધો કરે છે. ફરીયાદીએ તા.૧૩/૩/૨૦૧૯ના રોજ રૂ.૩,૦૦,૦૦૦/ તેમજ તા.૨૯/૪/૨૦૧૯ના રોજ રૂ.૫,૦૦,૦૦૦/ કુલ રૂ.૮,૦૦,૦૦૦ની મિત્રતાનાં દાવે આરોપીને વ્યવસ્થા કરી આપેલ.

સદરહું રકમની ચુકવણી માટે આરોપી પોતાની બેંક આઇ.સી.આઇ.સી.આઇ બેંક માર્કેટ યાર્ડ શાખા રાજકોટનો તા.૨૩/૧૨/૨૦૧૯ રૂ.૩,૦૦,૦૦૦/ તેમજ તા.૨૩/૧૨/૨૦૧૯ રૂ.૨૩/૧૨/૨૦૧૯ના ચેકો આપેલા. સદરહું ચેકો વસુલાત માટે ફરીયાદીએ બેંકમાં રજુ કરતા બંને ચેક 'પેમેન્ટ સ્ટોપડ બાય ડ્રોઅર'ના શેરા સાથે પરત ફરેલ જે અંગેની જાણ આરોપીને લીગલ નોટીસ દ્વારા કરવામાં આવેલ હોવા છતા આરોપીએ રકમ ચુકવેલ ન હોય જેથી ફરીયાદીને રાજકોટ ચીફ જયુડી.મેજી.ની કોર્ટમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ ઉપરોકત ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ છે.

આ કામમાં ફરીયાદી વિજયભાઇ અશોકભાઇ રૂપારેલ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી રીતેષ.એસ.કોટેચા રોકાયેલ છે.

(3:11 pm IST)