Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

શ્રી વાટલિયા પ્રજાપતિ સમાજની બહેનો દ્વારા મનાલી બુટીક-મનાલી ફેશન સંચાલિત એકઝીબીશન યોજાયું

રાજકોટઃ શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજની બહેનો દ્વારા મનાલી બુટીક અને મનાલી ઈન્સ્ટીટયુટ ઓફ ફેશન ડિઝાઈનીંગ સંચાલીત તા. ૭-૧૧-૨૦૨૦થી ૯-૧૧-૨૦૨૦ સુધી એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનુ ઉદ્ઘાટન શ્રીમતિ લીલીબેન મનસુખભાઈ ધંધુકીયાના હસ્તે રાખેલ હતું. જ્યારે દીપપ્રાગટય રંજનબેન ગોંડલીયા, જાગૃતિબેન ગોંડલીયા અને અલ્પાબેન ડઢાણીયાના હસ્તે રાખેલ હતું.

જેમાં વાટલીયા સમાજની બહેનો ગીતાબેન નિલેશભાઈ ગોંડલીયા, મિતાબેન ભરતભાઈ રાવલ, ચંદનબેન ગીરીશકુમાર ધોળકીયા એ ભાગ લીધેલ હતો. તેના દ્વારા વાટલીયા સમાજની બહેનોને આગળ વધવાની પ્રેરણા મળે તેવું પ્રેરણાદાયક કાર્ય કરેલ. બધી બહેનોને પ્રોત્સાહન આપવા રાજકોટ વાટલીયા પ્રજાપતિ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ ધંધુકીયા, મંત્રી રમેશભાઈ ગોંડલીયા અને ખજાનચી દિલસુખભાઈ ગોંડલીયા તેમજ મહિલા મંડળની બહેનોએ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહન પુરૂ પાડેલ.

(3:04 pm IST)