Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પાણીમાં તરતા લાઈટીંગ બોલ- દિવડાઓ

ફેમીલી ફોટોફ્રેમ, તોરણ, લાઈટીંગ સિરીઝ, ચોકલેટ સાથે ડ્રાયફ્રુટના સ્પેશ્યલ ગીફટ પેક બોકસ સહિતની ઢગલાબંધ વેરાયટીઓ જોહર કાર્ડસ અને જોહર ગેલેરીમાં

રાજકોટઃ  શુભ દિપાવલીના તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે અહીં ડો.યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહરકાર્ડસ તથા કાલાવડ રોડ, પ્રેમ મંદીર રોડ, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીમાં દિવાળીના શુભ તહેવાર નિમીતે ઘર તેમજ દુકાનો સજાવવા માટે સંખ્યાબંધ આઈટમો આવેલ છે.

આ પ્રસંગો જોહર કાર્ડસવાલા યુસુફઅલીભાઈ અને હસનેનભાઈએ જણાવ્યું કે આ વર્ષે સ્પેશ્યલ પાણીમાં તરતા ડીસ્કો લાઈટીંગવાળા બોલ, તેમજ સેલથી ચાલતા લાઈટીંગ દીવડાઓ, ફેમીલી ફોટોફ્રેમ, સ્પે.દિવાલ ઘડીયાળ, કોલાજ ફોટો ફ્રેમ,  તોરણ, લાઈટીંગ સીરીઝ, ફજર ફારકાવાળા ફોટોફ્રેમ, ફેશન વિવિધ પ્રકારની જવેલરી, કપલ વીંટી, ડાયમંડ સેટ, બ્રેસલેટ, કડા, તેમજ ગીફટ આપવા માટે સ્પે. ચોકલેટ સાથે ડ્રાયફ્રુટસના સ્પે.ગીફટ પેકીંગ કરવામાં આવે છે.

અલગ અલગ પ્રખ્યાત કંપનીઓની સેલીબ્રેશન ચોકલેટ ગીફટ બોકસ, સંખ્યાબંધ વેરાયટીઓમાં આપેલ છે. ઘરની સજાવટ માટે વીન્ડચેઈન, શોપીસ વગેરે ઘણી જ વેરાયટીઓ આપેલ છે. આ ઉપરાંત કમર બેલ્સ, વોલેટ, આકર્ષક પર્સ ફાઉન્ટ પાણીના ધોધ વહેવતા સંખ્યાબંધ વેરાયટીઓમાં, ડ્રીમ કેચર અલગ અલગ કલરના પીછાવાળા, ફલોટીંગ ફ્રેન્ડલ, દિપાવલીના તહેવાર નિમીતે શણગારવા માટે ડેકોરેશનની આઈટમો આવેલ છે. રીસ્ટવોચ લેડીઝ તથા જેન્ટસની ઉપરાંત કપલ રીસ્ટ વોચ પણ આવેલ છે.

જોહર ગ્રુપ દ્વારા દરેક તહેવારો પ્રસંગે કાંઈક ને કાંઈક નવું આપવાનો પ્રયત્ન હોય છે. દિવાળી કાર્ડસમાં પણ ઘણી જ ડીઝાઈનોના કાર્ડસ આવેલ છે. આજે પણ કાર્ડસ મોકલનાર વર્ર્ગ છે. જે કાર્ડસની પસંદગી કરે છે. પ્રસનલાઈઝ ગીફટ ફોટાવાળી બનાવી આપવામાં આવે છે. જોહર કાર્ડસ અને જોહર ગેલેરી કાલાવડ રોડ ખાતેના શોરૂમમાં ભવ્ય વેરાયટીઓ માટે મુલાકાત લેવા અંતમાં જણાવાયું છે.

(3:03 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,285 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 86,84,039 થયો :એક્ટીવ કેસ ઘટીને 4, 89,427 થયા:વધુ 52,704 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 80,64,548 રિકવર થયા :વધુ 550 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,28,165 થયો access_time 1:04 am IST

  • રશિયાએ વિવાદિત નાગોર્નો કારાબખ ક્ષેત્રમાં સંઘર્ષને સમાપ્ત કરવા માટે રશિયાએ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે સમજૂતી કરાવી :અઝરબૈજાન અને વંશીય આર્મેનિયનો વચ્ચે છ અઠવાડિયાથી ચાલતા યુદ્ધ પછી હવે આ સમજૂતી થઇ છે access_time 7:55 pm IST

  • આજે પણ શેરબજારમાં તેજીઃ શેરબજારમાં દિવાળી પુર્વે જ દિવાળીનો માહોલઃ ૧૦ વાગ્યે સેન્સેકસ ૩ર૧ પોઇન્ટ વધીને ૪૩પ૯૯ તો નીફટી ૧૦૭ પોઇન્ટ વધીને ૧ર૭૩૯ ઉપર ટ્રેડ કરે છેઃ આજે દિગ્ગજ શેર્સ ગ્રીન ઝોનમાં છેઃ રિયલ્ટી સિવાયના તમામ સેકટરના શેરોમાં કરન્ટ જોવા મળી રહયો છે access_time 11:09 am IST