Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ધનતેરસ વિશે વિશેષ

આસો વદ-૧૩ ને ''ધનતેરસ'' કહેવાય છે. ધનતેરસ દિવાળી અને નૂતન વર્ષના આવવાની ખુશીમાં તેના આનંદ અને ઉલ્લાસ માટે ઉજવાતો તહેવાર છે. ધનતેરસને દિવસે ધનની પૂજા, લક્ષ્મી દેવી અને શ્રી યંત્રની પૂજા માટે ઉતમ દિવસ છે.

આસો વદ-૧૩ ના દિવસે ધન પૂજા કરતા પહેલા ઘરનાં મંદિર, દેવસ્થાન, ઘરનાં દરેક ખુણે, આંગણામાં, ઘી અથવા સરસૌના તેલનો દિવો કરવો. અથવા તો દિપ પ્રગટાવી શકાય તેમ ન હોય તો દરેક જગ્યાએ લાઈટ, બલ્બ વગેરેથી અજવાળુ કરવું. દીપ માટે નવી જ વાટ પાથરવી. નવી વાટનું ખૂબ જ મહત્વ છે.

આસો વદ - ૧૩ ના દિવસે ઘરની બહાર યમદેવ ને દિપક દેવાથી ઘરનાં વ્યકિતઓ ઉપરનું અપમૃત્યુના ભયનો નાશ થાય છે. દિપક પ્રગટાવતી વખતે આ મંત્રનો ઉચ્ચાર કરવો. મૃત્યુના પાશદંડાભ્યા કાલેન શ્યામયા સહ / ત્રયોદશ્યાં દીપદાના સૂર્યજઃ પ્રીયતા મમ ાા

આ દિપકમાં કોઈપણ અનાજના દાણા નાખવાં, આ દિપકંમાં જયાં સુધી તેલ હોય ત્યાં સુધી આ દિપકનું ધ્યાન રાખવું. જયારે દિપક બંધ થવા લાગે ત્યારે તેમાં રહેલ અનાજ ઘરમાં લઈ લેવા. આ પૂજનથી ઘરમાં ધન - ધાન્ય, પુત્ર - પૌત્રાદિ, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ધનતેરસને ''ધનવંતરી જયંતિ'' પણ કહેવાય છે ધનતેરસના દિવસે કોઈપણ વ્યકિત સાથે ઉધાર લેતી - દેતી કરવી નહીં. ધનંતેરસના દિવસ ઘરના દરેક સભ્યો માટે નવા વસ્ત્ર, આભૂષણ , વાસણ કે કોઈ ઈલેકટ્રોનિક આઈટમની ખરીદી કરવી. સોના - ચાંદીની ચીજ વસ્તુ ખરીદવી. ચણા - ચણાની દાળ આખી હળદર ખરીદી શકાય. ધનતેરસના દિવસે ઈન્દ્ર ઉવાચ, શ્રી પરાશર ઉવાચ, શ્રી ઉવાચના પાઠ કરવાથી ધનપ્રાપ્તિ થાય છે.

શ્રી સૂકતના પાઠ ધનતેરસથી શરૂ કરીને દિપાવલી સુધીમાં નિયમિત રૂપ, સ્વસ્થ થઇને,એકજ જગ્યાએ અને દરરોજ એકજ સમયે વધુમાં વધુ પાઠ કરવાથી ધનને લગતી દરેક ચિંતા દૂર થશે. ધનતેરસના દિવસે કુબેરયંત્રની રૂદ્રાક્ષનો માળાથી નીચે લખેલ મંત્રની પાંચ માળા કરવી.

ઁ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે

ધનધાન્ય સમૃદ્ઘિ મે દેહિ દાપય સ્વાહા.

આ મંત્રથી બેરોજગારને પણ રોજગાર મળે છે. હા, ધનની પ્રાપ્તિ માટે કર્મની ખાસ જરૂર હોય છે. લક્ષ્મી કાયમ સ્થિરતા માટે કર્મ ખૂબ મહત્વના છે . ધન માત્ર પૈસાના રૂપમાં જ નથી હોતું, ધનના પણ ત્રણ પ્રકાર છે. જેમ કે, જ્ઞાનરૂપો ધન એટલે કે વિદ્યા ધન, સંપતિ ધન, સંસ્કાર ધન અને લક્ષ્મીરૂપી ધન. જે વ્યકિત યર સરસ્વતી દેવો પ્રસન્ન હોય તેના ઉપર હંમેશા લક્ષ્મી પર ભાગ્યદેવી પણ પ્રસન્ન રહે છે. આ બધાની સાથે સાથે આપના પર ભાગ્યદેવી પણ પ્રસન્ન હોવા જોઈએ.

આપની કુંડલીમાં ધનયોગ કયારે બને છે તે માટે આપ આપની કુંડલીમાં નીચે પ્રકારનાં યોગ છે કે નહિ તે તપાસો.

(૧) આપનો ધનેશ અને લાભેશ કેન્દ્ર, ત્રિકોણમાં હોય તો વ્યકિત ધનવાન બને છે. (૨) ગુરૂ, બુધ અને શુક્રમાંથી કોઈપણ એક ગૃહ ઉચ્ચનો થઈને કેન્દ્રમાં બિરાજેલ હોય. (૩) ચંદ્ર - ગુરૂ અને ચંદ્ર - મંગળમાંથી કોઈપણ એક ગ્રહની યુતિ જરૂરી છે. (૪) આપના ધનસ્થાનનો માલિક આપના સુખસ્થાનમાં બીરાજમાન હોય. (૫) ધનભાવનો સ્વામી શુભ ગ્રહની દેષ્ટિમાં હોય અથવા તે છઠ્ઠા સ્થાનમાં હાય.(૬) ધનેશ, લાભેશ અને નવમેંશની યુતિ હોય, તો વ્યકિતને ધનપ્રાપ્ત થાય છે. (૭) શનિ પર ગુરૂની દૃષ્ટિ હોય અથવા' ઉચ્ચનો અથવા સ્વગૃહી શનિ હોય.

આકસ્મિક ધન લાભના યોગ

(૧) મેષ કે સિંહ લગ્નમાં સૂર્ય (૨) ઉચ્ચનો મંગળ સાતમે (૩) ધનસ્થાનમાં સ્વગૃહી ગુરૂ (૪) પંચમેશ અને ધનેશની યુતિ (પ ) લગ્નેશ અને ભાગ્યેશની યુતિ ધનસ્થાન (૬) પંચમોશ અને ભાગ્યેશ કેન્દ્ર ત્રિકોણમાં હોય (૭) ચંદ્ર- મંગળની યુતિ (૮ ) આઠમા સ્થાનમાં બુધ ગુરૂની યુતિ (૯) શનિ સ્વગૃહી પાંચમા સ્થાનમાં (૧૦) ગુરૂ ચંદ્રની યુતિ. (૯.૧)

-  ફોરમ ગાંધી

મો.૯૩૭૪૮ ૧૬૯૭૭

(11:38 am IST)