Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

નીતિન ભારદ્વાજ કાલથી મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે

સુરેન્દ્રનગર બેઠકમાં જવલંત સફળતા લાવ્યા બાદ રાજકોટના દિગ્ગજ નેતાને વધુ એક જવાબદારી : પુનાની ૧૧ બેઠકોનું સંકલન કરશે, વકતાઓ, કાર્યકરો સહિતની વ્યવસ્થા સંભાળશે

રાજકોટઃ તા.૧૧, મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી રહી છે. ભાજપ-શિવસેના  (ગઠબંધન) અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. ચૂંટણી પ્રચાર કાર્ય જોરશોરમાં ચાલુ છે. દરમિયાન રાજકોટના દિગ્ગજ નેતા અને પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતિન ભારદ્વાજ આવતીકાલથી મહારાષ્ટ્રના ચુંટણી પ્રવાસે જઇ રહયા છે. તેઓ પુનાની ૧૧ બેઠકોની સંકલનની જવાબદારી સંભાળશે.

પુનામાં શિવાજીનગરમાં કિરીટભાઇ પટેલ, કોથરૂડમાં ઝવેરીભાઇ (જુનાગઢ જીલ્લો) ઠકરાર, (ગીર સોમનાથ), ખડકવાસલામાં હિરેનભાઇ હીરપરા (અમરેલી), પવતીમાં સુરેશભાઇ ગોધાણી (બોટાદ), હડપસરમાં ચંદ્રેશભાઇ પટેલ (જામનગર જીલ્લો), પુના કોન્ટોનમેન્ટ રાઘવજીભાઇ ગડારા (મોરબી), કસબા પેઠમાં દિનેશભાઇ દત્તાણી (દેવભૂમિ દ્વારકા), ચિંચવુડમાં ડો. ભરતભાઇ બોધરા (રાજકોટ જીલ્લો) કોઓર્ડીનેટર તરીકે કામગીરી કરશે.

જયારે પુનાની તમામ ૧૧ બેઠકોના સંકલનની જવાબદારી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ સંભાળશે. તેઓ કાર્યકારો વકતાઓ સહિતની સંકલનની જવાબદારી સંભાળશે. આમ પુનાની ૧૧ બેઠકોનું સંકલન કરશે.

ઉલ્લેખનીય છે કે શ્રીનિતિન ભારદ્વાજને તાજેતરમાં ચૂંટણીમાં સુરેન્દ્રનગર જીલ્લાની જવાબદારી સોંપવામાં આવી હતી.  જેમાં તેઓએ બખુબી નિભાવી હતી. અને ભાજપને વધુ એક બેઠક અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતુ.

(4:28 pm IST)