Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

કાલે ૨૫૦થી વધુ દિવ્યાંગો એક સાથે રાસે રમશે

લક્ષ્ય ઇવેન્ટ દ્વારા દિવ્યાંગો માટે એક દિવસીય રાસોત્સવઃ પ્રયાસ સ્કુલનો સહયોગ

રાજકોટઃ તા.૧૧, લક્ષ્ય ઇવેન્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માત્ર દિવ્યાંગ બાળકો માટે વન ડે ડાંડીયા રાસનું અતિથિ પાર્ટી પ્લોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે આવતીકાલે તા.૧૨ના શનિવારે કરવામાં આવેલ છે.

પ્રયાસ સ્કુલના સહયોગથી વિવિધ દિવ્યાંગ બાળકો સંગીતની સુરાવલીયો સાથે દાંડીયા રાસની મોજ સાથે ભાવતા ભોજનીયાની મોજ માણશે.

ઉલ્લેખનીય છે કે લક્ષ્ય ઇવેન્ટ રકતદાન શિબિર શ્રીનાથજીની ઝાંખી, હોળી મહોત્સવ જેવા સેવા કાર્યો કરવામાં આવે છે.

આ આયોજનને સફળ બનાવવા માટે જીમ્મીભાઇ અડવાણી, સન્ની કોટેચા, નિલેષભાઇ કોટેચા, સમિરભાઇ રાજાણી, હાર્દિક ગોરવાડીયા, જીમ્મીભાઇ અડવાણી (શિવસેના), પ્રકાશભાઇ રાવરાણી, સંદીપભાઇ લખતરીયા, રવિ પ્રજાપતિ, રાજન દેસાણી, બિપિનભાઇ ગાંધી, કાન્તીભાઇ જોબનપુત્રા, દિપકભાઇ પટેલ (દેવગ્રુપ), ચંદુભાઇ પરમાર (કરણીસેના), યોગેન્દ્રભાઇ છનીયારા, પુજાબેન પટેલ (પ્રયાસ સ્કુલ) રમેશભાઇ ઠકકર (ગીરીરાજ હોસ્પિટલ), વિપુલભાઇ રાઠોડ, (ફેન્સ કલબ), પરેશભાઇ જનાણી (કલાકૃતિ), મયુરભાઇ ઉનડકટ, ઉમેશભાઇ પારેખ, નિસિધ જીવરાજાની સહિતના જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:50 pm IST)