Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સ્વામિનારાયણ મુખ્ય મંદિરે રવિવારે શરદ પૂનમ મહોત્સવ : પંચાળા રાસ રજુ થશે

રાજકોટ તા. ૧૧ : અહીંના ભુપેન્દ્રરોડ પર આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે તા. ૧૩ ના શરદ પૂનમ મહોત્સવનું આયોજન થયુ છે. એસી સભાખંડમાં કોઠારી સ્વામી શ્રી હરીચરણદાસજી સ્વામી (બાપુ સ્વામી) ના પ્રમુખ સ્થાને ઉજવવામાં આવનાર આ મહોત્સવ દરમિયાન ચાર થાળ ગવાશે. ચાર ખાસ આરતી થશે.

મહંત શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી સ્વામીની ઉપસ્થિતીમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે. સંતો હરીભકતો સમૂહમાં પંચાળનો રાસ રજુ કરી વાતાવરણને ભકિતમય બનાવશે. આ પ્રસંગે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામી, ભંડારી આત્મજીવનદાસજી સ્વામી, પૂજારી ભકતવત્સલ સ્વામી, કોઠારી જે. પી. સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના પૂ. મહંત સ્વામી વિવેકસાગરદાસજી, કોઠારી મુનિવત્સલદાસજી સ્વામી, માજી કોઠારી પાર્ષદ કિર્તન ભગત, નયન ભગત ઉપસ્થિત રહી દર્શન, પ્રવચન અને આશીર્વચનો આપશે.

શરદપૂર્ણીમાં નિમિતે સૌને દુધ પૌવાના પ્રસાદનું વિતરણ કરાશે. સભાનું સંચાલન મેંદરડા સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી શ્રી ભકિતપ્રકાશદાસજી સંભાળશે. અંતમાં આભારદર્શન  દેવઉત્સવ મંડળના પ્રમુખ જીતુભાઇ રાધનપુરા કરશે. તેમ સત્સંગી સેવક મનસુખભાઇ પરમારની યાદીમાં જણાવાયુ છે.

(3:43 pm IST)