Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

વકિલોએ ''લાલઆંખ'' કરતાં જ સરકાર સફાળી જાગીઃ લવાદ કોર્ટમાં ધડાધડ નિમણૂંકના આદેશો

રાજકોટમાં જજ તરીકે કે.કે. પટેલ, અમદાવાદમાં વી.એફ ભાટ તથા નડીયાદમાં પી.પી પરમારની નિમણુકઃ વકિલોની હડતાલની અસર પડીઃ સહકારી સંસ્થાઓ,સભાસદો હોદેદારોને ઝડપી ન્યાય મેળશેઃ મહેન્દ્રભાઇ ફડદુ

રાજકોટ તા.૧૧: રાજકોટ શહેરમાં કાર્યરત બોર્ડ ઓફ નોમીનીઝ (લવાદ કોર્ટ)માં તાત્કાલીક અસરથી શ્રી કે.કે.પટેલની નિમણુંક ગુજરાત સરકારના સહકાર વિભાગ દ્વારા કરવામાં આવેલ છે અને તેઓ આજે લવાદ કોર્ટ, રાજકોટના ચાર્જ પણ લઇ લેશે તેવું સહકારી અગ્રગણ્ય અને સીનીયર એડવોકેટ શ્રી મહેન્દ્રભાઇ ફડદુએ જણાવેલ. તેમજ અમદાવાદમાં શ્રી વી.એફ.ભાટની તથા લવાદ કોર્ટ નડીયાદમાં શ્રી પી.પી.પરમારની જજ તરીકે નિમણુંક થયેલ છે.

સીનીયર એડવોકેટ શ્રી મહેન્દ્રભાઇ કે.ફડદુ તેમની પ્રેસ યાદીમાં જણાવેલ છે કે, રાજકોટ શહેરમાં કાર્યરત બોર્ડ ઓફ નોમીનીઝ (લવાદ કોર્ટ)માં સૌરાષ્ટ્ર કચ્છની હકુમત છે. સૌરાષ્ટ્ર-કચ્છની સમગ્ર સહકારી સંસ્થાઓનાં કેસીસો રાજકોટ બોર્ડ ઓફ નોમીનીઝ (લવાદ કોર્ટમાં) ચાલે છે, જેમાં સહકારી બેંકો, જીલ્લા બેંકો, અર્બન બેંકો,ક્રેડીટ સોસાયટી, હાઉસીંગ સોસાયટી, દુધ મંડળીઓ સહિતની જે જે સંસ્થાની સહકારી શબ્દ જોડાયેલ હોય તેવીસહકારી સંસ્થા તથા તેવી સંસ્થાઓના સભ્યનાં તમામ વિવાદો આ લવાદ કોર્ટમાં ચાલે છે, આમ જોઇએ તો.... દર ચાર વ્યકિતએ એક વ્યકિત સહકારી માળખા સાથે જોડાયેલ છે એટલે કે ગુજરાતની સાડા છ કરોડમાંથી આશરે બે કરોડથી વિશેષ લોકો સહકારી માળખા સાથે જોડાયેલ છે તે તમામને સરળ અને ઝડપી યોગ્ય ન્યાય મળી રહે તે માટે સમગ્ર ગુજરાતની ૧૮ બોર્ડ ઓફ નોમીનીઝમાંથી ખાલી રહેલ જગ્યાઓ ભરપાઇ કરવા તથા ગુજરાત કો-ઓપ.ટ્રીબ્યુનલમાં જજની નિમણુંક આપવા ગુજરાત કો-ઓપ.બાર એસોસીએશન અમદાવાદ તથા સૌરાષ્ટ્ર ઝોનમાંથી સહકારી ક્ષેત્રના સીનીયર એડવોકેટ શ્રી મહેન્દ્રભાઇ ફડદુ દ્વારા સરકારશ્રીમાં તેમજ નામ.ગુજરાત હાઇકોર્ટ સહીતમાં વખતોવખત રજુઆતો કરતાં હતા, રજુઆતોની અસર નહી પડતા સહકારી ક્ષેત્રના એડવોકેટશ્રીઓએ અંતીમ પગલા રૂપે હડતાલનું માધ્યમ લેવુ પડેલ અને તેમાં પ્રેસનો સારો એવો સાથ સહકાર મળેલ અને તેનાં ભાગરૂપે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનની બોર્ડ ઓફ નોમીનીઝ, રાજકોટમાં શ્રી કે.કે.પટેલની તાત્કાલીક અસરથી નિમણુંક કરવામાં આવેલ છે.

શ્રી મહેન્દ્રભાઇ ફડદુએ વિશેષમાં જણાવેલ કે, સહકારી ક્ષેત્રનાં સમગ્ર ગુજરાતનાં વકીલશ્રીઓની જોરદાર,આક્રમક,મુદદા વાઇઝ, જરૂરીયાતો સહિતની રજુઆત કરતાં સફળતા મળેલ છે અને આ કાર્યમાં સરકારશ્રી તથા સહકાર વિભાગનો પુરેપુરો સાથ અને સહકાર મળેલ છે તેથી તાત્કાલીક અસરથી ગઇ કાલે જ નિમણુંક કરવામાં આવેલ અને વિશેષ ખાલી રહેલ જગ્યાઓ પણ તાત્કાલીક અસરથી ભરપાઇ કરવા માટે સરકારશ્રીનાં સહકાર વિભાગ કાર્યરત છે.

વિશેષમાં શ્રી મહેન્દ્રભાઇ ફડદુએ જણાવેલ કે...શ્રી કે.કે.પટેલ સીનીયર સીવીલ જજ છે, અગાઉનાં વર્ષમાં રાજકોટ બોર્ડ ઓફ નોમીનીઝમાં કાર્યરત હતા અને આજે તા.૧૧-૧૦-૨૦૧૯નાં રોજ શ્રી કે.કે.પટેલ ચાર્જ લેવાનાં છે તેવી માહીતી મળેલ છે.

વિશેષમાં શ્રી કે.કે.પટેલ સાહેબ મુળ મહેસાણા જીલ્લાના નાના ગામ એવા મામણેજ ગામથી તેની કારકીર્દીની શરૂઆત કરેલ છે અને શ્રી કે.કે.પટેલ સાહેબ દ્વારા તેમની જયુડીશરીની કારકીર્દી રાજકોટથી જ શરૂઆત કરેલ છે અને સને-જુલાઇ-૨૦૦૦માં રાજકોટ સીવીલ કોર્ટમાં સીવીલ જજ (જયુડી.) તરીકે ચાર્જ સંભાળીને સીવીલ જજ (જયુડી.) તરીકે જુલાઇ-૨૦૦૦ થી જોડાયેલ છે અને ત્યારબાદ સીવીલ જજ સીનીયર ડીવીઝન તરીકે પ્રમોશન સને માર્ચ-૨૦૦૯ મેળવીને સીનીયર ડીવીઝન સીવીલ જજ તરીકે સારી એવી કામગીરી કરેલ.

શ્રી પટેલ સાહેબ સીવીલ જજ (સી.ડી.) ની સારી કારર્કીદી સાથે સને-૨૦૧૫માં જયુડીશ્યલમાંથી નિવૃત થયેલ, સરકારશ્રી તથા ગુજરાત હાઇકોર્ટ દ્વારા કામગીરી જોઇને સને-૨૦૧૬માં બોર્ડ ઓફ નોમીંનીઝ, રાજકોટ તરીકે નીમણુંક કરેલ.

શ્રી પટેલ સાહેબએ બોર્ડ ઓફ નોમીનીઝ, રાજકોટની સાથે મહેસાણા બોર્ડ ઓફ નોમીનીઝ, ભાવનગર બોર્ડ ઓફ નોમીનીઝનો ચાર્જ સંભાળેલ અને સારી કામગીરી કરેલ અને પક્ષકારો સારી રીતે ન્યાય પુરો પાડેલ છે.

શ્રી કે.કે.પટેલસાહેબની જયુડીશરી તરફેની લગન અને આવડત ત્થા સારી કામગીરી ધ્યાને લઇને સરકારશ્રીએ તાત્કાલીક અસરથી ફરીયાદ રાજકોટ બોર્ડ ઓફ નોમીનીઝ તરકે નીમણુંક કરેલ છે.

લવાદ કોર્ટ, રાજકોટમાં તથા સમગ્ર ગુજરાતમાં જે જે બોર્ડ ઓફ નોમીનીઝ તથા કો-ઓપરેટીવ ટ્રીબ્યુનલમાં જગ્યાઓ ખાલી હતી તેનાં કારણે ન્યાય મેળવવામાં અસીલોને જે હેરાનગતી અને સમય ગયેલ છે તે હવે દિવાળીનાં દિવસોમાં સરળતાથી ન્યાય અને પોતાનાં આંગણે ન્યાય મળી જશે. લવાદ કોર્ટ, રાજકોટની છેલ્લી સ્થિત એવી હતી કે,લવાદ કોર્ટ, રાજકોટનો ચાર્જ લવાદ કોર્ટ, બરોડામાં જજ સાહેબ પાસે હતો તેથી કોઇ કેસ દાખલ થાય તો અસીલો અને વકીલોએ રાજકોટથી બરોડા દરેક મુદતે જવું પડતુ હતુ જે શ્રી કે.કે.પટેલ સાહેબની નિમણુંક થતાં સરળ થઇ ગયું.

વિશેષ રાજકોટ શહેર રાજકોટ બોર્ડ ઓફ નોમીનીઝમાં કાર્યરત સર્વે એડવોકેટશ્રીઓની આ મોટી સફળતા કહેવાય, શ્રી જેન્તીભાઇ ફડદુ શ્રી ધીરૂભાઇ ફડદુ કાંતીભાઇ સોરઠીયા, રવિભાઇ ગોગીયા, નલીનભાઇ શુકલ, સતિષભાઇ દેથલીયા, સુભાષભાઇ પટેલ, અરવિંદ વસાણી, મનોહરસિંહ જાડેજા, દિનેશભાઇ દવે, પ્રશાંત પટેલ, ચંદ્રેશ ઠુંમર, જે.પી.બારોટ, રેનીશ માકડીયા સહિતનાં એડવોકેટોએ તમામ બાર એસોસીએશનનો આભાર શ્રી મહેન્દ્રભાઇ ફડદુએ માનેલ છે

(3:42 pm IST)