Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આડેધડ વાહન પાર્કિંગ કરનારા ૧પ૩ને અ...ધ...ધ...ધ... ૯૯ હજારનો દંડઃ આજે કાલાવડ રોડ -યુનિ.રોડ પર ઝુંબેશ

રાજકોટઃ શહેરમાં ચારેય તરફથી નાગરિકો દંડાઇ રહ્યા છ.ે આજે મ્યુ.કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાએ કાલાવડ રોડ-યુનિવર્સિટી રોડ ઉપર આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓને દંડ ફટકારવા ઝુંબેશ હાથ ધરાઇ હતી. દરમિયાન આજ દિન સુધીમાં  આડેધડ વાહન પાર્કિંગ કરનારા ૧પ૩ લોકો પાસેથી કુલ ૯૯ હજારનો દંડ આજે  અર્ધા દિવસમાંજ ઉઘરાવી લીધો હતો. તસ્વીરમાં એસ્ટેટ વિભાગના મુખ્ય અધિકારી બી.બી.જાડેજાની આગેવાની તળે આત્મિય કોલેજ અને સેન્ટમેરી સ્કુલ પાસે રોડ ઉપર પાર્કિંગ કરનારાઓ પાસેથી દંડ વસુલી રહેલા દર્શાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:36 pm IST)