Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

કબડ્ડી ચેમ્પીયનશીપમાં પાઠક સ્કુલનો ઉત્કૃષ્ટ દેખાવ

 રાજકોટ : ૧૫૦ ફૂટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે આવેલ (OSEM) પાઠક સ્કૂલના અંગ્રેજી માધ્યમના ધો. પ થી ૭ ના અંડર ૧૪ ના ૧૨ વિદ્યાર્થીઓની કબડ્ડી ટીમ ઇનોવેટીવ ઇન્ટરનેશનલ સ્કુલ, ઇશ્વરીયા રોડ ખાતે યોજાયેલ લીટલ જાયન્ટ ઇન્ટર સ્કુલ કબડ્ડી ચેમ્પીયનશીપમાં ભાગ લેવા ગયેલ. ટીમનું સુકાનીપદ જેસડીયા મીત સંભાળી રહ્યા હતા. જેમના નેતૃત્વ હેઠળ ટીમને સેમીફાઇનલ સુધી પહોંચાડી તમામ ખેલાડીઓએ પ્રદર્શન કરેલ

ટીમના કોચ યોગેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર ટીમના આ પ્રદર્શનથી ખેલાડીઓ ઉત્સાહીત છે. આ તકે શાળાની ટીમના ઉત્કૃષ્ટ દેખાવ માટે સંસ્થાના મે. ટ્રસ્ટી ભવ્યદિપસિંહ જેઠવા, ટ્રસ્ટી વલ્લભભાઇ ચોવટીયા, દિલીપભાઇ પાઠક અને શાળાના આચાર્ય તથા સર્વેએ ગર્વની લાગણી અનુભવી શુભેચ્છા પાઠવેલ છે.

(3:32 pm IST)