Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સ્લમ કવાર્ટરમાં વાલ્મીકી યુવાનની હત્યામાં પકડાયેલો કમલેશ ઉર્ફે લાલુ જેલ હવાલે

રાજકોટ તા. ૧૧ :.. જામનગર રોડ સાંઢીયા પુલ પાસે સ્લમ કવાર્ટરમાં રહેતા વાલ્મીકી યુવાનની હત્યામાં પકડાયેલા કમલેશ ઉર્ફે લાલ કાળુભાઇ પરમાર (ઉ.૧૯) ના આજે રીમાન્ડ પુરા થતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.

મળતી વિગત મુજબ સ્લમ કવાર્ટરમાં રહેતા રાહુલ હરીશભાઇ પરમાર (ઉ.ર૦) નામના વાલ્મીકી યુવાનને પાંચ દિવસ પહેલા ઘર નજીક રામાપીર મંદિરના પ્રાંગણમાં છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા થઇ હતી આ બનાવમાં પોલીસે કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઇ પરમાર (ઉ.૧૯) ની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. આ પ્રકરણમાં કમલેશ ઉર્ફે લાલુના રીમાન્ડ આજે પુરા થતા પ્ર.નગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ સાપરા, રાઇટર જયેન્દ્રભાઇ તથા વીરભદ્રસિંહે સહિતે તેને કોર્ટમાં રજૂ કરતા તેને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. (પ-ર૯)

 

(3:56 pm IST)