Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

દબાણ હટાવ ઝૂંબેશ

શહેરના મુખ્ય રાજમાર્ગો પરની પપ રેંકડી-કેબીન-અન્ય ચીજવસ્તુ જપ્તઃ ૧.૩૮ લાખનો દંડ

૮ર૩ કિલો શાકભાજી, ઘાસચારો, લીલુ, ફુલ જપ્ત કરાયાઃ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા ચાર દિ'માં  શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા પપ રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, ૮ર૩ કિલો, શાકભાજી-ફળો, ઘાસચારો-લીલું-ફૂલ વગેરે જપ્ત કરી હતી. તેમજ ૧.૩૮ લાખનો  વહીવટી ચાર્જે વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. જુદા જુદા હોકર્સ ઝોનમાંથી પણ જપ્ત કરવાની કામગીરી કરાવામાં આવી હતી, તેમજ નડતર રૂપ એવા બોર્ડ-બેનરો પણ હટાવવામાં આવ્યા હતા.

 

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા  રસ્તા પર નડતર ૩૦ રેંકડી-કેબીનો જયુબેલી, ઢેબર રોડ, પુષ્કરધામ, ચંદ્રેશનગર, આનંદ બંગલા ચોક, છોટુનગર, રૈયા રોડ, જંકશન અને મવડી વિગેરે જગ્યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૨૫ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે ઢેબર રોડ, પુષ્કરધામ, હોસ્પિટલ ચોક, રૈયા રોડ, એસ્ટ્રોન નાલા વિગેરે જગ્યા પરથી જપ્ત કરવામાં આવી હતી, ૭૭૩ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી, પુષ્કરધામ રોડ, ઢેબર રોડ, ધરાર માર્કેટ તેમજ જંકશન પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, પારેવડી ચોકથી ૫૦ કી.ગ્રા. ધાસચારો- લીલું અને ફૂલ જપ્ત કરવામાં આવેલ હતા, તેમજ રૂ/- ૧,૩૮,૯૦૦/- વહીવટી ચાર્જ પેડક રોડ, ઢેબર રોડ, ૮૦ ફૂટ રોડ, ચંદ્રેશનગર, કુવાડવા, રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, કોઠારીયા રોડ, જયુબેલી, નાનામવા, આનંદ બંગલા ચોક, મવડી, રૈયા રોડ, કાલાવડ રોડમ જામનગર રોડ, છોટુનગર, કેશરીપુલ વિગેરે જગ્યા પરથી વસુલ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ ૦૪ હોકર્સ ઝોન કુવાડવા રોડ, દૂધસાગર રોડ, એરપોર્ટ રોડ તેમજ હેમુગઢવી હોલ વિગેરે હોકર્સ ઝોનમાંથી જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરમાં નડતર રૂપ એવા ૮૫ બોર્ડ અને બેનરો કુવાડવા રોડ, દૂધસાગર રોડ અને સંત કબીર રોડ પરથી હટાવવામાં આવ્યા હતા. (પ-૩૦)

(3:41 pm IST)