Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

વર્તમાન મેયરની મુદ્દત પૂર્ણતાના આરે...

વાદ-વિવાદ નહિ વિકાસના મંત્ર સાથે ૨ાા વર્ષે પૂર્ણ કરતા ડો. ઉપાધ્યાય

સૌની યોજનાથી આજીડેમ ભરાયો . દિવાળી કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો . કોર્પોરેશને સ્વચ્છતા - આરોગ્ય - ગુડગવર્નન્સ ક્ષેત્રના એવોર્ડ મળ્યા . રાજકોટ આઇ-વે પ્રોજેકટ હેઠળ સીસીટીવી કેમેરા નેટવર્ક

રાજકોટ તા. ૧૧ : મેયર પદે ડો. જૈમનભાઈ ઉપાધ્યાયનો અઢી વર્ષનો કાર્યકાળ તા.૧૫/૦૬/૨૦૧૮ના રોજ પૂર્ણ થઇ રહયો છે. ત્યારે મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ જણાવેલ કે, સને ડિસેમ્બર-૨૦૧૫માં યોજાયેલ ચૂંટણીમાં રાજકોટના નગરજનોએ ભાજપ પર પૂર્ણ વિશ્વાસ મુકી સત્તાની ધૂરા સોંપી છે તે વધુ મજબુત બને તથા શહેરીજનોએ ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસેથી જે વિકાસલક્ષી અપેક્ષાઓ સેવી હતી તેને ક્રમશઃ પરિપૂર્ણ થાય તે રીતે મહાનગરપાલિકામાં શાસક પક્ષ 'ભારતીય જનતા પાર્ટી'એ કેન્દ્ર અને રાજય સરકારશ્રીના સંપૂર્ણ સહયોગ સાથે સુશાસન ચલાવવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. અને શહેરીજનોને તેની અચૂક પ્રતીતિ થઇ રહી છે.

મેયરશ્રીએ આ તકે જણાવેલ કે, અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન તમામ વોર્ડનો વિકાસ થાય, લોકોની સુવિધામાં વધારો થાય તે પ્રકારે અનેકવિધ પ્રોજેકટો હાથ ધરી, સાકાર કરેલ છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં પુરતો સમય ફાળવી, જે કોઈ નાગરિકો પોતાના પ્રશ્નોની રજૂઆત માટે આવતા, તેમના સાચા પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવેલ.

પ્રથમ પ્રયાસે સફળ રહેલ કાર્યક્રમો

 હેકેથોન-૨૦૧૭નું આયોજન.

 સ્પોર્ટસ ફિએસ્ટા

 ફલાવર શો

 ભારતની સૌથી મોટી અને નંબર ૧ મેરેથોનને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ફલેગ ઓફ કરાવેલ. આ ફૂલ મેરેથોનમાં ૬૩,૫૯૪ સ્પર્ધકોએ હર્ષભેર ભાગ લીધેલ. અને લાખોની સંખ્યામાં શહેરીજનો મેરેથોનના આ રૂટ પર ઉમટી પડેલ.

 દિવાળી તહેવારો અંતર્ગત પ્રથમ વખત દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ.

 ૫૦ કી.મી.ની સાઈકલોથોન યોજવામાં આવેલ.

અગત્યના વિકાસ કામોની ઝલક

 રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 'સૌની યોજના' હેઠળ રૂ.૪૫૦ કરોડના ખર્ચે મચ્છુ-૧ડેમ થી આજી-૧ ડેમ સુધીની નાખવાની થતી લાઈન ૧૮ માસમાં પૂર્ણ કરવાની કામગીરી ૭ માસમાં પૂર્ણ કરી, આજી-૧ ડેમમાં નર્મદાનું અવતરણ કરાવેલ. અને ભારતના માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીરના વધામણા કરેલ.

 બેડી પાસે રૂ.૧૬.૯૩ કરોડના ખર્ચે ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ પમ્પીંગ સ્ટેશન તથા ESR-GSRનું લોકાર્પણ.

 રૂ.૪૦૪૭ કરોડના ખર્ચે આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ESR-GSR બનાવવામાં આવેલ છે.

  એક ઝોન થી બીજા ઝોનમાં પાણી લઇ જવા માટે એકસપ્રેસ ફીડર લાઈનનું લોકાર્પણ.

 ન્યારી-૧ ડેમમાં પાણીની ક્ષમતા વધારવા માટે આશરે રૂ.૪૭ કરોડના ખર્ચે ૧ મીટરની ઊંચાઈ વધારી, લોકાર્પણ કરવામાં આવેલ.

 પાણી વિતરણના મોનીટરીંગ માટે 'સ્કાડા' સિસ્ટમ કાર્યાન્વિત કરવામાં આવેલ.

 'સૌની યોજના' સાકાર થયા પહેલા શહેરમાં ઉનાળામાં તમામ સ્થાનિક જળાશયો ખાલી હતા ત્યારે શહેરને દૈનિક પાણી મળી રહે તે માટે તત્કાલીન પાણી પુરવઠા મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હડાળા પમ્પિંગ સ્ટેશનની કામગીરી યુધ્ધના ધોરણે માત્ર ૩૦ દિવસમાં પૂર્ણ કરાવી જરૂરિયાત મુજબનો નર્મદાના પાણીનો જથ્થો પુરો પાડેલ.

 શહેરીજનોને હરવા ફરવાનું નવું નજરાણું મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ૨૫૦ એકર જેટલી વિશાળ જગ્યામાં રેસકોર્ષ-૨નું ખાતમુહુર્ત.

 ગાંધીજીએ જયાં અભ્યાસ કર્યો છે ત્યાં મહાત્મા ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનવાથી દેશ વિદેશના પર્યટકો રાજકોટ આવશે અને રાજકોટની એક આગવી ઓળખ ઉભી થશે આ હેતુથી મહાત્મા ગાંધી વિદ્યાલયમાં તૈયાર થનારા મ્યુઝીયમ(અનુભૂતિ કેન્દ્ર)નું ખાતમુહુર્ત કરવામાં આવેલ.

 રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેર પોલીસના સંયુકત ઉપક્રમે શહેરની સલામતીના ભાગરૂપે પ્રથમ તબક્કાના રાજકોટ આઈ-વે પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું. અને બીજા તબક્કાની કામગીરી પૂર્ણતાના આરે છે.

 શહેરની તમામ સ્ટ્રીટ લાઈટો એલ.ઈ.ડી. લાઈટમાં પરિવર્તિત કરેલ છે. જેના કારણે ૭૦૦૦ ટન કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટશે.

 શહેરીજનોની મિલકતના મિલકત વેરામાં પારદર્શિતા આવે તે માટે ચાલુ વર્ષથી શહેરમાં કાર્પેટ એરિયા બેઇઝ મિલકત વેરા આકારણી પધ્ધતિ સફળતાપૂર્વક લાગુ કરેલ છે.

ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે

 કાલાવડ રોડને જોડતા અંબિકા ટાઉનશીપ રોડ પર હાઈલેવલ બ્રિજ બનાવવામાં આવેલ છે.

 રેલનગર અન્ડરબ્રિજનો વર્ષો જુનો પ્રશ્ન હલ કરી, અન્ડરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવેલ.

 રૈયા / મવડી ચોકડી ખાતે ફલાયઓવર બ્રિજ નિર્માણની કામગીરી ગતિમાં છે.

 રૂ.૩,૦૨૫ કરોડના ખર્ચે ચુનારાવાડની હયાત બેઠાપુલની બાજુમાં હાઈ લેવલ બ્રિજ બનાવવાની કામગીરી ગતિમાં છે.

 કે.કે.વી. ચોક તથા આમ્રપાલી રેલ્વે ફાટકે અન્ડરબ્રિજ બનાવવાનો સૈદ્ઘાંતિક નિર્ણય.

 આમ્રપાલી રેલ્વે ફાટક અન્ડરબ્રિજ બનાવવા માટે રેલ્વે વિભાગ સાથે પરામર્શ ચાલી રહેલ છે.

બંને બ્રિજ માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્ઘ થશે.

રમત-ગમતને પ્રોત્સાહન આપવા

 રૂ.૬ કરોડના ખર્ચે અદ્યતન એથ્લેટિક ટ્રેક બનાવવામાં આવેલ છે.

 રૂ.૨૦૦ લાખના ખર્ચે ૬ નવા ટેનિસ કોર્ટનું લોકાર્પણ.

 નાના મવા સર્કલ પાસે નિર્માણ પામેલ મહિલા મલ્ટી એકટીવીટી સેન્ટર(ફોર વીમેન)નું લોકાર્પણ કરવામાં આવેલ.

 રૂ.૨૫ લાખના ખર્ચે યોગા સેન્ટર બનાવવામાં આવેલ.

 રૂ.૩૪ લાખના ખર્ચે સ્કેટિંગ રિંક બનાવવામાં આવેલ.

 રૂ.૫.૫૦ કરોડના ખર્ચે અદ્યતન હોકી ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ.

 રેસકોર્ષ સંકુલ ખાતે બાસ્કેટબોલ કોર્ટ-૨ બનાવવામાં આવેલ.

 વોર્ડ નં.૯માં મહિલા સ્વીમીંગપુલ બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે.

 તાજેતરમાં જ રૂ.૫.૧૦ કરોડના ખર્ચે અદ્યતન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ સંકુલની કામગીરી ગતિમાં છે.

આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ મળેલ એવોર્ડની વિગત

 કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ શહેરને 'સ્માર્ટ સિટી' તરીકે પસંદ કરવામાં આવેલ છે. જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રૂ.૫૦૦ કરોડ અને રાજય સરકાર દ્વારા રૂ.૨૫૦ કરોડ એમ કુલ મળી, રૂ.૭૫૦ કરોડ જેવી માતબર રકમ રાજકોટ મહાનગરપાલિકાને મળશે. 

 'કુપોષણમુકત રાજકોટ' કામગીરી માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનૅંકવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ડી.એલ.ઙ્ગશાહ એવોર્ડ એનાયત.

 રાજકોટ મહાનગરપાલિકાનું નાના મવા આરોગ્ય કેન્દ્રઙ્ગ–ઙ્ગNABHઙ્ગએક્રીડીટેશન પ્રાપ્ત કરનાર દેશનું સૌપ્રથમ શહેરી આરોગ્ય કેન્દ્ર.

 રાજકોટ મહાનગરપાલિકાના સાઈકલ શેરીંગ પ્રોજેકટની કેન્દ્ર સરકારશ્રીના Best NMT Project ના એવોર્ડ માટે પસંદગી.

 'સ્વચ્છતા અભિયાન' અંતર્ગત બેસ્ટ પ્રેકટીસ ઈન હેલ્થકેર માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાને  મુખ્યમંત્રીશ્રીના હસ્તે કાયાકલ્પ એવોર્ડ

 રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ફૂડ સેફટી એકટ અમલીકરણ અંગેની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિતઙ્ગQCIઙ્ગએવોર્ડ એનાયત કરાયો.

 કેન્દ્ર સરકારશ્રી દ્વારા 'સ્વચ્છ ભારત મિશન' હેઠળ સ્વચ્છતા હરીફાઈમાં દેશના ૭૫ શહેરોને આપવામાં આવેલ નેશનલ સિટી રેન્કિંગમાં રાજકોટ શહેરને ૭મું સ્થાન પ્રાપ્ત થયુ છે. દિલ્હી ખાતે કેન્દ્ર સરકારશ્રી દ્વારા માન. મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય અને મ્યુનિ. કમિશનરશ્રીને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી  શ્રી વેંકૈયા નાયડુના હસ્તે એવોર્ડ આપવામાં આવેલ હતો.

 મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત HUDCO એવોર્ડ – ૨૦૧૬

 હાઉસિંગ યોજનાને ઇન્ડો-સ્વિસ બિલ્ડીંગ એનર્જી એફિશિયન્સી પ્રોજેકટનું સર્ટિફિકેટ

  દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કેન્દ્રનાઙ્ગઉર્જા,ઙ્ગકોલસો,ઙ્ગન્યુ એન્ડ રીન્યુએબલ એનર્જી અને ખાણ વિભાગના માન. મંત્રી શ્રી પિયુષ ગોયલના વરદ હસ્તે સુપ્રત કરવામાં આવેલ.

અર્થ અવર એવોર્ડ

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૬/૧૦/૨૦૧૬ના રોજ અમેરીકાના કિવટો શહેરમાં રાજકોટને 'અર્થ અવર એવોર્ડ' મળેલ. જે એવોર્ડ રાજકોટ મહાનગરપાલિકા વતી મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયએ સ્વીકારેલ.

 યોગા દિનની ઉજવણી અને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

બેસ્ટ સિટી બસ સર્વિસ માટે એવોર્ડ

 જાહેર શૌચ ક્રિયા મુકત શહેર અભિયાન બદલ બે પ્રમાણપત્ર

 હેલ્થ અને ફુડ શાખાને મળેલ એવોર્ડ

 રાજકોટને 'સેઈફ સિટી ઓફ સ્માર્ટ સિટિઝ ઇન્ડિયા-૨૦૧૮' એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.

 સાઉથ અમેરિકાના કિવટો શહેરમાં યોજાયેલ 'અર્થ અવર સિટી ચેલેન્જ' એવોર્ડ સમારંભ

 'ગ્લોબલ કોવેનેન્ટ ઓફ મેયર્સ ફોર એનર્જી ફોર કલાયમેટ ચેન્જ બોર્ડ'ની રચના કરવામાં આવેલ. જુદા જુદા દેશોના ૯ શહેરોના મેયરો ચુંટાયેલ. જેમાં દેશના એક માત્ર રાજકોટ શહેરના મેયર ડો. જૈમન ઉપાધ્યાયને આ કમિટીના મેમ્બરનું સ્થાન મળેલ છે.

 'ગ્લોબલ કોવેનેન્ટ ફોર મેયર્સ' ના બોર્ડ મેમ્બર તરીકે તા.૨૫-૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ દરમ્યાન કોરિયાના સુવોન સિટી ખાતે 'હ્યુમન સિટી ફોર ઓલ' વિષય પર યોજાયેલ સેમિનારમાં ભાગ લઇ પ્રતિનિધિત્વ કરેલ.

 તા. ૩ અને ૪ માર્ચ ૨૦૧૮ દરમ્યાન કેનેડાના એડમેન્ટોન શહેર ખાતે યોજાયેલ 'કલાયમેટ ચેન્જ' અંગેની સમિતિમા ભાગ લીધો.

 ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ દ્વારા દેશના જુદા જુદા શહેરોમાં યોજાયેલ સેમિનારોમાં પણ ભાગ લીધેલ.

કોર્પોરેશનની જુદી જુદી બિલ્ડીંગોના નામકરણની

 મહિલા મલ્ટી એકટીવીટી સેન્ટર (ફોર વિમેન્સ) 'રાજમાતા વિજયારાજે સિંધિયા વિવિધલક્ષી મહિલા કેન્દ્ર.'

 રેસકોર્ષ ખાતે નિર્માણ પામેલ બહેનો માટેના બગીચાને 'કલ્પના ચાવલા મેમોરીયલ ગાર્ડન.'

 પેડક રોડ પર 'શ્રી અટલ બિહારી વાજપેયી' ઓડીટોરીયમ.

 રૈયા રોડ પર પૂજય પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ.

 લોકમાન્ય તિલક ટાઉનશીપ

 ક્રાંતિવીર ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ

 વીર સાવરકર ટાઉનશીપ

 ક્રાંતિવીર ખુદીરામ બોઝ ટાઉનશીપ

 લાલ બહાદુર શા સ્ત્રી ટાઉનશીપ

 મહારાણા પ્રતાપ ટાઉનશીપ

 સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપ

 ઝાંસીની રાણી ટાઉનશીપ

 ડો.હેડગેવાર ટાઉનશીપ

 છત્રપતિ શિવાજી ટાઉનશીપ

 મહર્ષિ અરવિંદ ટાઉનશીપ

 મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉનશીપ

 શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપ

 આજીડેમ સંકુલમાં આવેલ ગાર્ડનને ચિત્રલેખા ઉદ્યાન

 રેલનગર અન્ડરબ્રિજ

મોરબી રોડ રેલ્વે ક્રોસિંગ પરના ઓવરબ્રિજને 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓવરબ્રિજ'

 એરપોર્ટ પાસે આવેલ ગાર્ડનને 'શ્રી હરિ ઉદ્યાન'

 અમરજીતનગર પાસેના ગાર્ડનને 'શ્રી લક્ષ્મણરાવ ઈનામદાર ઉદ્યાન'

 બોલબાલા માર્ગ(પારડી માર્ગ) પરના કોમ્યુનિટી હોલ તથા શોપિંગ સેન્ટરને  

 પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ તથા શોપિંગ સેન્ટર

 લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ ગાર્ડનને 'ગોકળભાઈ ભગત ઉદ્યાન'

આમ જેનું નામ લેવા માત્રથી શરીરમાં અનન્ય ઉર્જાનો સંચય થાય એવી મહાન વિભૂતિઓના નામ, વિભૂતિઓની કાયમી સ્મૃતિ તરીકે રાજકોટ મહાનગરપાલિકાની મિલકતો સાથે જોડવામાં આવેલ છે, જેનું ગૌરવ મેયરશ્રીએ આ તકે વ્યકત કર્યું હતું.

અંતમાં મેયરશ્રીએ જણાવેલ કે, અઢી વર્ષના કાર્યકાળ દરમ્યાન શહેરની સામાજિક, રાજકીય, ધાર્મિક, શૈક્ષણિક, રમત-ગમત લક્ષી, જ્ઞાતિગત, ઉધ્ઘાટનો, લગ્ન પ્રસંગો વિગેરે દ્વારા ૪,૦૦૦ કરતા પણ વધારે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી, શહેરીજનોનો આદર પ્રાપ્ત કરેલ છે.

આમ, મેયર તરીકેના કાર્યકાળમાં અનેકવિધ ક્ષેત્રે વિકાસગાથાને આગળ ધપાવવા રાત દિવસ જોયા વગર, મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ સતત પ્રવૃત રહી, શહેરીજનો તથા ભારતીય જનતા પાર્ટીએ સોંપેલ કામગીરીને નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી પૂર્ણ કરેલ. જેના સંતોષ સાથે, અઢી વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે ત્યારે તેઓએ શહેરના તમામ ક્ષેત્રને આવરી લેતી વિકાસયાત્રામાં પ્રાપ્ત થયેલ સૌના સાથ સહકાર બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે.

(3:36 pm IST)