Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મોચી બજાર રોડ પરથી બેભાન મળેલા અજાણ્યા પુરૂષનું મોતઃ વાલીની શોધ

રેન બસેરા પાસેથી મળેલા વૃધ્ધનું પણ મોત

જકોટ તા. ૧૧: મોચી બજાર મેઇન રોડ પર માધવ કોમ્પલેક્ષ પાસેથી અજાણ્યો આશરે ૪૫ વર્ષનો પુરૂષ બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બિમારીથી મોત થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તસ્વીરમાં દેખાતા મૃતકના વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ કોડીયાતર અને સાજીદભાઇ વધુ તપાસ કરે છે. 

આ ઉપરાંત બેડી નાકા રેન બસેરા પાસેથી પણ અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેનું પણ મોત નિપજ્યું છે.  આ અંગે પીએસઆઇ બી. કે. ભટ્ટ તપાસ કરી રહ્યા છે. વાલીવારસ હોય તો એ-ડિવીઝનનો સંપર્ક કરવો. (૧૪.૯)

 

(12:58 pm IST)