Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

શહેરમાં ગેરકાયદે હોર્ડીંગ્સ બોર્ડ લગાવનારા ૩૫ને ૪.૬૦ લાખનો અને ધર્મેશ પીઠવાને રૂ. ૧ લાખનો દંડ ભરવા નોટીસો

રાજકોટઃ શહેરના મુખ્ય ૧૨ રાજમાર્ગો પર ગેરકાયદે હોર્ડીંગ્સ બોર્ડ લગાવનારાઓના બોર્ડ જપ્ત કરી તમામને ૧૦ - ૧૦ હજાર લેખે કુલ ૪.૬૦ લાખનો દંડ ફટકારતી જગ્યા રોકાણ શાખાઃ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન હોટલો, સ્કૂલો, કોમર્શિયલ કોમ્પલેક્ષો, ટયુશન કલાસ અને શૈક્ષણિક સંસ્થાઓ કુલ ૩૫થી વધુ હોર્ડીંગ્સ બોર્ડ જપ્ત કરાયેલ જેમાં હોટલ લોટસ, ટાગોર વિદ્યામંદિર, નવયુગ સ્કૂલ, રંગાણી હોસ્પીટલ, ન્યુ પરિમલ સ્કૂલ, સકસેસ વિંગ્સ, અંબિકા ટાઉનશીપ, જય ઈન્ટરનેશનલ સ્કૂલ, સનસીટી હેવન, સિંહાર સ્કૂલ, બાલાજી ડેવલપર્સ, શ્રધ્ધા વિદ્યાલય, સત્યજીત સોપાન, કુંડલીયા ગર્લ્સ હોસ્ટેલ, ક્રિષ્ના ઈન્સ્ટીટયુટ, ગ્લોબલ ટેસ્ટટયુબ બેબી સેન્ટર વગેરેનો સમાવેશ થાય છેઃ યાદશકિતનો જાદુ ફ્રી સેમિનારના શહેરભરમાં ચોપાનિયા અને બોર્ડ લગાડનાર સવ્યસાંચીના ધર્મેશ પીઠવાને ૧ લાખનો દંડ ભરવા નોટીસ

(4:03 pm IST)