Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

''ઇંધણ બચાવો'' '' સાયકલ ડે'' દ્વારા શરૂઆત કરાવતી મોદી સ્કૂલ

રાજકોટ : ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર ભારતવર્ષના લોકોને હ્રદયસ્પર્શી અપીલ કરેલ કે, ''પાણી અને ઇંધણની બચત કરો'', સમયાંતરે ઇંધણની અછત ઊભી થતી નજરે પડે છે. મોટાભાગના દેશોને તેમની જરૂરિયાત પુરી કરવા માટે ઇંધણની આયાત કરવી પડે છે. બળતણના વપરાશમાં વાસ્તવિક ખતરો એ છે કે તે પૃથ્વિના તળને સુકવી નાખે છે. કલસો, તેલ,ગેસ જેવા અસ્મિભૂત ઇંધણોને બચાવવાની કોશિષ કરશું, તેનાથી આપણે પર્યાવરણની પણ રક્ષા કરીશું. આ અપીલને રાજકોટની શિક્ષણક્ષેત્રે મોદી સ્કૂલે ઉપાડી લીધી હતી. મોદી સ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી ડો. રશ્મિકાંતભાઇ મોદીએ સ્ટાફ અને વિદ્યાર્થીઓને ઇંધણ બચાવવા માટે વાત કરીને સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉપાડી લઇ આજે મોદી સ્કૂલની તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ તથા પ્યુન થી લઇ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ સાયકલ લઇને આવશે એવું સર્વાનુમતે નક્કી થયું . મોદી સ્કૂલનાં અંદાજીત ૬૦૦૦ + વિદ્યાર્થીઓ, તથા પ૦૦+ સ્ટાફ  સાયકલ લઇને શાળાએ આવેલ હતા. હર્ષ અને ઉમંગભેર મોદી સ્કુલમાં '' સાયકલ ડે'' ની ભવ્ય ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓ પોતે પણ પોતાની સોસાયટીમાં પાણી અને ઇંધણ બચાવવાનો સંદેશો પહોંચાડશે.

(3:33 pm IST)