Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગૌવંશ માટે કામધેનું વન્ય વિહાર બનશે : ડો. વલ્લભભાઇ

રાજકોટ : રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળતાની સાથે જ ડો. વલ્લભભાઇ કથીરીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની કલ્પના મુજબ કામધેનું ગૌ માતાના સંવર્ધન, સંરક્ષણ અને વિકાસ અંગેની પરીણામલક્ષી કામગીરીનો શુભારંભ કરેલ છે. ખાસ કરીને રખડતા ગૌવંશની સમસ્યાના કાયમી નિવારણ માટે ચર્ચા વિચારણા કરવા કેન્દ્રીય પશુપાલન મંત્રી ડો. સંજીવકુમાર બાલયાના નિવાસ સ્થાન દિલ્હી ખાતે એક મીટીંગ મળી હતી. જેમાં પૂ. સ્વામી ચીન્મયાનંદજી, પૂ. સ્વામી વૃષભદેવાનંદજી, વિષય નિષ્ણાંત ડો. કે. પી. સિંહ ભદોરીયાએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો. ટુંક સમયમાં કામધેનુ વન્ય વિહાર પરીયોજના શરૂ કરવાનો  અને આ દિશામાં નકકર આયોજન ઘડી કાઢવા મુઝફરનગર ખાતે સંગોષ્ઠી યોજવા જાહેરાત કરાઇ હતી. જીવદયા પ્રેમીઓ, ગૌ સેવકોના મંતવ્યો લેવાશે. તેમ ડો. વલ્લભભાઇ કથીરીયા (મો.૯૦૯૯૩ ૭૭૫૭૭) એ જણાવેલ.

(3:33 pm IST)