Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ આયોજીત ઓપન રાજકોટ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ સંપન્નઃ મેન્સ અને વૂમન્સમાં રેલ્વેની ટીમે બાજી મારી

સોશ્યલ મીડિયાના યુગમાં મેદાનમાં યુવાધનની ખેલદીલીને સલામઃ હિરેન મહેતા

રાજકોટ : હિરેન મહેતા  (ડીવિઝનલ સેક્રેટરી WRMS)ની યાદી મુજબ રેલ્વે બાસ્કેટબોલ ગ્રાઉન્ડ ખાતે ઓપન રાજકોટ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ યોજાએલ. આ ટૂર્નામેન્ટ ચાર દિવસ વિવિધ ટીમોના મેચ સાથે રમાયેલ હતી. ફાઈનલ મેચ મેન્સમાં રેલ્વે ટીમ અને મારૂતીટીમ વચ્ચે  સંઘર્ષપૂર્ણ રીતે અને ખૂબ જ ખેલદીલી પૂર્વક રમવામાં આવેલ. જેમાં રેલ્વે ટીમ ચેમ્પીયન વિજેતા બનેલ અને મારૂતી ટીમ રનરઅપ રહી હતી.

વૂમન્સ ટીમમાં રેલ્વે ટીમ અને ઈગલ સ્પાર્ક ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાયેલ. જેમાં રેલ્વે વુમન ટીમ ચેમ્પીયન બની વિજેતા બનેલ. જયારે ઈગલ સ્પાર્ક ટીમ રનરઅપ બનેલી હતી.

સમાપન સમારંભમાં કશ્યપભાઈ શુકલ (કોર્પોરેટર), પ્રીન્સ ઓફ રાજકોટ રામરાજા, દર્શીતભાઈ  જાની (પ્રમુખ, બ્રહ્મ સમાજ અને શૈક્ષણીક  વિભાગના અગ્રણી) એલ.એન. દહામા, સીનીયર ડી.એમ.ડી., રવિ શ્રીવાસ્તવ સીનિયર ડી.સી.એમ શ્રી ઉપાધ્યાય ડી.પી.ઓ, પુરોહીત એ.સીએમ, શ્રી સૈની ડી.સી.પી. રાજકોટ વગેરે ઉપસ્થિીત રહેલ. વિજેતા ટીમ, રનર્સઅપ ટીમ તથા ઓફીસીઅલ આઈડ રેફરીને એવોર્ડ સ્મૃતિચીન્હ આપી સન્માનીત કરવામાં આવેલ.

કોર્પોરેટરશ્રી કશ્યપભાઈ શુકલાએ વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘના ડીવિઝનલ સેક્રેટરી હીરેન મહેતાને અભિનંદન આપેલ કે જેઓ ખુદ સ્પોર્ટસમેન રહ્યા છે અને સ્પોર્ટસને જીવંત રાખવા અને તેની ગરીમા જાળવવાના સતત પ્રયાસો વિવિધ ટૂર્નામેન્ટનું આયોજન જેમકે ક્રિકેટ, બાસ્કેટબોલ, વોલીબોલ, ટેબલ ટેનીસ, લોન ટેનીસ વગેરે કરતા રહે છે. આ સાથે સતત સ્પોર્ટસ રમતા ખેલાડીઓને ટીમ અને ગ્રાઉન્ડ માટેની જરૂરીયાતોને પૂર્ણ કરવા મદદરૂપ થતા રહે છે એ માટે અભિનંદન.

હીરેન મહેતાએ આમંત્રીત મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યુ હતુ કે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ એક એવુ સંગઠન છે. જે રેલકર્મચારીઓના હકક અને હીત માટે લડાઈ કરનાર છે સાથે સાથે કર્મચારીઓના પરીવાર માટે કલ્યાણની વિવિધ પ્રવૃતિઓ સતત કરતા રહે છે. સ્પોર્ટસ, કલ્ચરલ, હોસ્પિટલ સેવાઓ, બ્લડડોનેશન કેમ્પ, વૃક્ષા રોપણ, સફળ બાળકોનું સન્માન રાષ્ટ્રીય તહેવારો નિમીતે બાળકોની વિવિધ હરિફાઈઓ તથા યોગા, મેડીટેશન સેમીનાર, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરાવવી જેવી અનેક પ્રવૃતિઓ કરીએ છીએ.

આ ટૂર્નામેન્ટના અંતિમચરણમાં ખેલાડીઓને રમતા નિહાળીને ખરેખર આનંદ થયો અને અભિનંદનને પાત્ર છે કે આજના ટેકનોલોજી અને મોબાઈલ ઈન્ટરનેટ વોટસએપ કે સોશ્યલ મીડિયાના સયમમાં સ્વાસ્થ્ય માટે અને આપણા સમાજના યુવાધનની ખેલદીલી માટે જે જરૂરી છે એ ગ્રાઉન્ડ પર ધબકતુ દેખાય છે.

શ્રીમતી અવની ઓઝાએ આભાર વિધિ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ હિમાંશુ જાદવ ડી.વી.ચેરમેન, શૈલેષ રાઠોડ, પ્રકાશ પાનખણીયા, જસ્મીન ઓઝા ડીએસ શેરાવત, અભિષેક રંજન, ગભરૃંભાઈ, વિવેકાનંદ, કેતન ભટ્ટી, અતુલભાઈ, વસાવડાભાઈ, સીજજુભાઈ, બિપીન વ્યાસ તથા મહિલા વિંગમાં શ્રીમતી અવની ઓઝા, જયશ્રીબેન સોલંકી, પુષ્પા ડોડીયા, ધમીષ્ઠા પૈજા, જયોતિ મહેતા, જીજ્ઞાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:30 pm IST)