Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ટ્રાફિક ફોજદારની મનમાની અને બેહુદુ વર્તન

આરટીઆઈની માહિતી મુજબ પોલીસ વડાની સૂચના છતાં પણ અરજદાર સાથે કરી બેફામ વાણી વિલાસ અને અપમાનિત કર્યો

રાજકોટ તા.૮ : રાજકોટના પ્રતિષ્ઠિત વેપારી અગ્રણી સાથે પોરબંદરમાં ટ્રાફિક પી.એસ.આઈ.એ દાદાગીરી અને બેફામ વાણીવિલાસ કરી ધમકી આપી હોદ્દા તેમજ સત્તાના મદમાં ગેરકાયદેસર રીતે વેપારીની પ્રતિસ્‍થાને હાનિ પહોંચાડતુ કૃત્‍ય કરી અને લાજવાને બદલે ગાજી ઉઠ્‍યા હોવાનો કિસ્‍સો સામે આવ્‍યો છે

રાજકોટના પ્રતિષ્ઠિત વેપારી સાગર મોટર્સના માલિક બિપીનભાઈ રુઘાણી કામ અર્થે પોતાના વતન પોરબંદર ગયા હતા ત્‍યારે એમજીરોડ પર આશરે ત્રણ માસ પૂર્વે રાત્રીના સમયે ટ્રાફિક પીએસઆઇ વ્‍યાસએ રસ્‍તાની બાજુમાં પડેલા સ્‍કૂટર ને હટાવવા માટે કહેતા વેપારીએ મદદરૂપ થવાના બહાને ત્‍યાં ગયા અને જોયું તો સ્‍કૂટરમાં સ્‍ટિયરિંગ લોક હોવાથી અને વેપારી પોતે પણ હેન્‍ડીકેપ હોઈને તે સ્‍કુટર હટાવવાની ના પાડતા ઉશ્‍કેરાયેલ ફોજદારે પોલીસવાન બોલાવી વેપારીને બેસાડીને પોલીસ મથકે  લઇ જઈને કલમ ૨૮૩ હેઠળ અટકાયત કરી લીધી હતી

વેપારીને પોલીસમથકમાં બે કલાક સુધી બેસાડી રાખી કમલાબાગ પોલીસમથકમાં લઇ જવાયા  હતા અને રાત્રીના અટક કરેલ વેપારીની સવારે ૯ વાગ્‍યે જામીન મેળવ્‍યા બાદ છુટકારો થયો હતો એટલું જ નહિ પરંતુ આ ફોજદારે વેપારીને ધાકધમકી આપી હતી હવે ત્રાહિત વ્‍યક્‍તિના સ્‍કૂટરને ડિટેઇન કર્યાં  વગર વેપારીને કલમ ૨૮૩ હેઠળ વાહન વગર જ કાર્યવાહી કરી હતી

આ બનાવથી હત-ભ બનેલા વેપારીએ બીજા દિવસે રાજકોટ આવીને આ બનાવની જૂનાગઢ રેન્‍જ આઇજીને ફેક્‍્‌સથી લેખિત ફોજદાર વ્‍યાસની વિરુદ્ધ  ફરિયાદ કરી હતી અને  રેન્‍જ આઇજીએ ઘટનાની તપાસ પોરબંદર એસસીએસટી સેલના ડીવાયએસપી પટેલને તાપસ સોંપી હતી જેનો જવાબ તા. ૬/૭ના રોજ લેવા માટે ડીવાયએસપીએ બોલાવતા વેપારીએ જવાબ લખાવ્‍યો હતો તે દરમિયાન વેપારીએ કલમ ૨૮૩ હેઠળ કોઈપણ ને ગોંધી રાખી શકે કે નહિ તે માટે આરટીઆઈ હેઠળ જવાબ માંગ્‍યો હતો તે જવાબ પણ પીએસઆઇ વ્‍યાસે આપ્‍યો ન હતો તેથી વેપારી પ્રથમ અપીલમાં ડીએસપી સમક્ષ ગયા હતા તેથી ડીએસપીએ ફોજદારને હુકમ કરી જવાબ વેપારીને આપવા લેખિતમાં જણાવ્‍યું હતું આમ છતાં ફોજદારે સવામાસ વીત્‍યા  અને ઉપરી અધિકારીઓના હુકમ પણ ઘોળીને પી જઈને લેખિતમાં કોઈપણ -કારનો જવાબ આપેલ નથી

વેપારી તા.૭/૭ના રોજપોરબંદર જતા તેમને જિલ્લા પોલીસવડા ના સૂચનથી જવાબ મેળવવા ટ્રાફિક ઓફિસમાં જવા કહેવાતા વેપારી ઓફિસમાં પહોંચ્‍યા હતા તો ત્‍યાં ફોજદાર અચાનક બહારથી આવ્‍યા  અને અરજદાર વેપારીને સાંભળ્‌યા વગર બેફામ વાણીવિલાસ આચાર્યો હતો અને જવાબ નહિ આપતા ઉચ્‍ચ અધિકારી પણ મારુ શુ  બગડશે ?, તેવી ડંફાસો મારતા હોવાથી વેપારીએ શાણપણ વાપરી ઘર્ષણ ન સર્જાય તે માટે પરત રાજકોટ ફર્યા હતા અને આવી વર્તણુક અંગે ડીએસપી પોરબંદર , રેન્‍જ આઇજી  જૂનાગઢ અને રાજ્‍યના પોલીસવડાને  આ બાબતે અવગત કરી જરૂરી પગલાં ત્‍વરિત લેવા અરજ કરી છે

ફોજદારે વેપારી પર લગાડેલ ૨૮૩ની કલમ અંગે વેપારીએ કોર્ટમાં વકીલ રાખીને લડત ચાલુ રાખી છે  જેમાં ફરિયાદીનું બેલેબલ વોરંટ અદાલતે કાઢયું છે  અપમાનનો ઘૂંટડો ગળી જનાર વેપારી આ મામલે હાઇકોર્ટમાં પણ લડત આપવા તજવીજ હાથ ધરી છે

(1:28 pm IST)