Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગણેશ પાર્કમાં આદીવાસી યુવાન મંગેશ માવીનો ગળાફાંસો ખાઇ આપઘાત

પત્ની સાથે માથાકુટ થતા લાગી આવતા પગલુ ભર્યુ

રાજકોટ તા ૯  :  કોઠારિયા સોલવન્ટ પાસે ગણેશ પાર્કમાં રહેતા આદીવાસી યુવાને ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગણેશ પાર્ક શેરી નં.૩ માં રહેતો મંગેશ ચંદુભાઇ માવી (ઉ.વ.૨૦) એ ગઇકાલે પોતાના ઘરે ખાટલાની પાટી પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. કોઇએ જાણ કરતા ૧૦૮ ના કિશનભાઇ રાજાણી સ્થળપર પહોંચી તપાસ કરતા મંગેશ માવીનું મૃત્યું નિપજયું હોવાનુ જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી, બાદ આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. ધીરૂભાઇ તથા કલ્પેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક મંગેશ મજુરી કામ કરતો હતો, તેને સંતાનમાં એક પુત્ર છે. પત્ની સાથે ઝઘડો થતા પત્ની ચાલી જતા તેણે આ પગલું ભર્યુ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે

(11:47 am IST)