Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ઓશોનું નવ પ્રકાશિત ગુજરાતી પુસ્તક 'સાત શરીર અને સાત ચક્ર'

રાજકોટ : ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ (બરોડા) દ્વારા નવ પ્રકાશીત પુસ્તક સાત શરીર અને સાત ચક્ર ઓશોના હિન્દી પુસ્તક જીન ખોથી તીન પાઇયાનું ગુજરાતી અનુવાદ છે. જેની પૃષ્ઠ સંખ્યા ૩૩૬ અને કિ. ૨૯૦ રૂ. છે.

સાત શરીર અને સાત ચક્ર પુસ્તક જેમાં મનુષ્યમાં રહેલ સાત શરીર અને સાત ચક્રોની ઓશોએ વૈજ્ઞાનીક અને મનોવૈજ્ઞાનીક સમજ ખૂબ જ રસાળ શૈલીમાં આપેલ છે.

આ પ્રકાશીત પુસ્તકમાં ઓશોએ આપણી અંદર રહેલ સાત ચક્રો અને તેની સાથે જોડાયેલ સાત શરીર ઉપર વૈજ્ઞાનીક સમજ આપેલ છે તે કેવી રીતે કાર્ય કરે છે અને મનુષ્ય કઇ રીતે ક્રમશઃ ચક્રોને ભેદતા અંતિમ શરીરને એટલે કે પરમાત્માપણાને પ્રાપ્ત કરે છે તે સમજાવેલ છે.

ઓશોના પુસ્તકો (પ્રવચનો) મનોવિજ્ઞાન અને આધુનીક દ્રષ્ટાંતોથી સજજ હોય છે જેના કારણે અંધશ્રધ્ધા અને અવિશ્વાસ શ્રધ્ધાનું સ્વરૂપ લેવા સજજ બને છે.

પુસ્તક મેળવવા માટે સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ડી માર્ટની પાણીની શેરી ૪ વૈદવાડી રાજકોટ.

(11:46 am IST)