Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

૧૬ વર્ષની સગીરાનું ૩૫ વર્ષના ઢગાએ અપહરણ કર્યુ

નાના મવા રોડ પર બાંધકામની સાઇટ પર બનાવ

રાજકોટ તા. ૯: મુળ ઓરિસ્સાના હાલ માધાપર ગામમાં રહેતાં પરિવારની ૧૬ વર્ષ ૧ માસની વય ધરાવતી દિકરીને ઓરિસ્સાનો જ ૩૫ વર્ષનો શખ્સ ગુલશન સુના નામનો શખ્સ નાના મવા રોડ પર આવેલી બેકબોન નામની બાંધકામની સાઇટ પરથી લલચાવી ફોસલાવી ભગાડી જતાં તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસે બાળાના માતાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં પુત્રી મોટી છે. હાલમાં પોતે અને પતિ નાના મવા રોડ પર બાંધકામની સાઇટ પર મજૂરી કરે છે જેથી બધા પરિવારજનો આ સાઇટ પર જ રહેતાં હતાં. ૩૦/૬ના રોજ પોતે સવારે કુદરતી હાજતે ગયા અને પાછા આવ્યા ત્યાં દિકરી ગાયબ હતી. તપાસ કરતાં ભાળ મળી નહોતી. છેલ્લે એવી ખબર પડી હતી કે સાથે કામ કરતો ઓરિસ્સાનો ગુલશન સુના પણ ગાયબ છે.  દરમિયાન તેણે જ ફોન કરીને 'તમારી દિકરી મારી સાથે છે' તેમ જણાવ્યું હતું.

પી.આઇ. વી.એસ. વણઝારા, પીએસઆઇ જી.એસ. ગઢવી અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(10:25 am IST)