Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

છેલ્લા ૩ મહિનામાં શહેરમાં પાણી ચોરી અટકાવવા પ૦ હજાર ઘરોમાં ચેકીંગ

ડાયરેકટ પમ્પીંગનાં પરપ અને ૯૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયાઃ ૬.૩૭ લાખનો દંડઃ મ્યુ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૬: શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમાં તા. ૧૩ માર્ચ થી તા. ૪ જુન દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં પરપ કિસ્સા અને ૯૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ. ૦૬,૩૭,રપ૦/-નો દંડ વસૂલ કરાયો હતો.

શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૪૮૭ર૦ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેકટ પમ્પિંગનાં ર૯૦ કિસ્સાઓમાં ઇલેકટ્રિક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જયારે ડાયરેકટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. અને પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી રૂ. રપ૦/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમ મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:16 pm IST)