Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

સિવિલ હોસ્પિટલમાં ૩૪ લાખના ખર્ચે મેડીકલ સાધનો-એમ્બ્યુલન્સનું મોહનભાઇના હસ્તે લોકાર્પણ

રાજકોટઃ અહિંની સિવીલ હોસ્પિટલમાં આજરોજ મેડીકલ સાધનો-એમ્બ્યુલન્સનું લોકાર્પણ સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયાના હસ્તે કરવામાં આવેલ. મોહનભાઇની ગ્રાન્ટમાંથી ૩૩.૯૨ લાખના ખર્ચે સાધનો અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું હતુ. આ પ્રસંગે રાજકોટ મેડીકલ કોલેજના ડીન ગૌરવીબેન ધ્રુવ, સિવિલ સર્જન ડો. મનિષભાઇ મહેતા તેમજ મેયર બીનાબેન આચાર્ય, ડે મેયર અશ્વિનભાઇ મોલીયા, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન  ઉદયભાઇ કાનગડ, શાસકપક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, આરોગ્ય સમિતના ચેરમેન જયમીનભાઇ ઠાકર, બાંધકામ સમિતિના ચેરમેન મનિષભાઇ રાડીયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી અને જયંત ઠાકર વિ.ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:14 pm IST)