Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં રાજકોટનો ડંકો : ૩૪ મેડલ અંકે કર્યા

રાજકોટ : તાજેતરમાં કન્યાકુમારી ખાતે યોજાયેલ ૨૨ મી ઓલ ઇન્ડિયા વાડોકાઇ નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં ૧૯ રાજયોના ૩૦૦ થી વધારે કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટના ૨૭ બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી ૨૩ બાળકોએ કાતા તથા કુમિતે (ફાઇટ) માં નંબર મેળવ્યો હતો. અલગ અલગ સ્કુલના આ બાળકોએ બાલભવનના કોચ સનસે રણજીત ચૌહાણ પાસે તાલીમ મેળવી હતી.  વિજેતા બાળકોએ મેળવેલ મેડલો સહીતની યાદી અહીં રજુ છે. જેમાં વડોરીયા ભકિત એસ. ફાઇટમાં ગોલ્ડ મેડલ અને કાતામાં બ્રોન્ઝ મેડલ, અભિચંદાણી સૃષ્ટિ જે. ફાઇટમાં ગોલ્ડ અને કાતામાં બ્રોન્સ મેડલ, અભિચંદાણી રીધ્ધી જે. ફાઇટમાં ગોલ્ડ અને કાતામાં બ્રોન્ઝ, ભારમલ હુસૈના જે. ફાઇટમાં ગોલ્ડ અને કાતામાં સીલ્વર, ક્રીતીકા તમિલસેલવન કાતામાં ગોલ્ડ અને ફાઇટમાં બ્રોન્ઝ, વોરા યાના બી. કાતામાં ગોલ્ડ અને ફાઇટમાં બ્રોન્ઝ, જેઠવા શિવાંશીબા વી. ફાઇટમાં સીલ્વર અને કાતામાં બ્રોન્ઝ, બારૈયા ભવ્યા એન. ફાઇટમાં સીલ્વર, કાતામાં બ્રોન્ઝ, મકવાણા ધ્રુવી જે. કાતામાં સીલ્વર અને ફાઇટમાં બ્રોન્ઝ, ઉનડકટ વેદાંત કે. ફાઇટમાં સીલ્વર અને કાતામાં બ્રોન્ઝ, ભારમલ મારીયા જે. કાતામાં સીલ્વર અને ફાઇટમાં બ્રોન્ઝ, ભીમાણી પ્રાપ્તી એન. કાતામાં સીલ્વર, ચાવડા ભૂમિ જે. ફાઇટમાં સીલ્વર, કુવાડીયા સોહમ જે. ફાઇટમાં સીલ્વર, મકવાણા ધૈર્યા જે. ફાઇટમાં સીલ્વર, ભટ્ટ વિરાજ બી. ફાઇટમાં સીલ્વર, આશરા મન પી. કાતામાં સીલ્વર, ઉપાધ્યાય દેવાંશ એમ. ફાઇટમાં બ્રોન્ઝ અને કાતામાં બ્રોન્ઝ, ગુપ્તા શગુન ફાઇટમાં બ્રોન્ઝ, મકવાણા ઓમકુમાર સી. ફાઇટમાં બ્રોન્ઝ, લાખાણી ધનરાજ પી. કાતામાં બ્રોન્ઝ, લાખાણી ઉત્સવ પી. કાતામાં બ્રોન્ઝ, ત્રિવેદી આયુષ એ. ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તેમજ માંકડ હુંફ, અકબરી ક્રિષ્ના, વડોદરીયા આયુષી, બારૈયા હર્શિલે સુંદર દેખાવ કરેલ.

(3:16 pm IST)