Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

કોર્પોરેટર જયાબેન ડાંગર તથા બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

 સમગ્ર ભારતભરમાં ૫ જુને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી અંતર્ગત પર્યાવરણની જાગૃતિને લગતી જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવતી હોઈ છે તેના જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર અને એસ્ટેટ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર તથા બ્રમ્હાકુમારી સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે વોર્ડ નં.૧૩માં આવેલ પંચશીલ સોસાયટી ખાતે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર અને એસ્ટેટ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરિભાઈ ડાંગર, ભાજપ અગ્રણી શૈલેશભાઈ ડાંગર, ભરતભાઈ બોરીચા, બ્રમ્હાકુમારી સંસ્થાના અંજુદીદી, તૃપ્તિબેન, પુષ્પાબેન, કાનજીભાઈ ચિખલીયા તેમજ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યાં હતા. અંતમાં, આ પ્રસંગે વોર્ડ નં.૧૩ના જાગૃત કોર્પોરેટર અને એસ્ટેટ કમિટી ચેરમેન જયાબેન ડાંગરે જણાવેલ કે, આ દિવસની ઉજવણી અંતર્ગત લોકોને વધુમાં વધુ વ્રુક્ષોનો ઉછેર કરવો જોઈએ અને આસપાસણા વિસ્તારોમાં પર્યાવરણને નુકશાન ન પહોચે તેવી પ્રવૃતિઓ જેવી કે, સ્વછતા જાળવવી, પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ન કરવો વિગેરે જેવી બાબતોનું ધ્યાન રાખી વિસ્તારમાં સ્વછતા જાળવવા અપીલ કરી હતી.(૨૧.૨૨)

(4:41 pm IST)