Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

આંબેડકરનગરમાં ડામર કામનો પ્રારંભઃ ખાત મુહુર્ત

 રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૩ માં આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં. પ અને શેરી નં. ૧૦ માં રૂ. ૧પ લાખના ખર્ચે ડામર કામનો શુભારંભ કરેલ છે. આ પ્રસંગે વોર્ડ નાં. કોર્પોરેટરો જાગૃતિબેન ડાંગર, રવજીભાઇ ખીમસુરીયા, નીતીનભાઇ રામાણી અને વિસ્તારના આગેવાનો અને કોંગ્રેસ આગેવાનશ્રીઓ પ્રભાતભાઇ ડાંગર, છગનભાઇ ચાવડા, નાનજીભાઇ ડવેરા, હરેહશભાઇ ડોડીયા, હેમલભાઇ પટેલ, નરસીભાઇ પટોડીયા, ગેલાભાઇ મુછડીયા, કમલેશભાઇ કોઠીવાર, કાળુભાઇ પરમાર, વાલાભાઇ રાઠોડ, મંગાભાઇ લુણશીયા, ખોડાભાઇ પારધી, જીવાભાઇ ચાવડા, દામજીભાઇ વધેરા, લતીભાઇ બગડા, રામજીભાઇ ચાંડપા વગેરે વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને વિસ્તારવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઇ હતી અને મીઠા મોઢા કરાવ્યા હતા. (૭.ર૮)

(4:39 pm IST)