Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મલબાર ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ

 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે હરીત પહેલના ભાગરૂપે મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસા કર્મચારીઓ અને સ્ટાફ તથા ગ્રાહકોને વૃક્ષારોપણ માટે છોડનું વિતરણ કરાયુ હતુ. રેસકોર્ષ સ્ટેપ ગાર્ડનમાં યોજાયેલ આ વિતરણ કાર્યક્રમમાં ડે. મેયર દર્શિતાબેન શાહ, બાગબગીચા સમિતિના ચેરમેન દેવુબેન જાદવ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જૈમિનભાઇ ઠાકરના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયુ હતુ.ઙ્ગમલબાર ગ્રુપના ચેરમેન એમ. પી. અહમ્મદે મોન્ટાના એસ્ટેટ ખાતે તેમના વડામથકે હરિત બગીચામાં રોલીનીયા ડેલિકોસા, અચાચાયરૂ, અબિયુ, અકાઇ બેરી, સ્વીટ લુવી, હિમાલયન મલબેરી, નાગડકા જેવા ઝાડની દુર્લભ જાતિઓનું વૃક્ષારોપણ કરી આ ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટમાં રેસકોર્ષ સ્ટેપ ગાર્ડન ખાતે હાથ ધરાયેલ વૃક્ષારોપણ સમયની તસ્વીર નજરે પડે છેે. (૧૬.૪)

(4:38 pm IST)