Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

શ્રેષ્ઠ કચ્છી કેસર કેરીનું રાજકોટમાં આગમન

અમીન માર્ગ ઉપર જલારામ કેરી ભંડારમાં સુગંધ, સ્વાદ અને સત્વનો ઘુઘવાટ : પૂર્ણ ઓર્ગેનીક કચ્છી કેસરનો ભાવ રૂ.૭૫૦થી ૮૫૦: પાકેલી કેરીની ગુણવતા ૨૦ દિવસ અકબંધ જળવાય, આખુ વર્ષ ઉપયોગ થઈ શકેઃ ટનાટન કચ્છી હાફુસ પણ ઉપલબ્ધઃ વિજયભાઈ સોઢા

રાજકોટ, તા. ૬ : સ્વાદના શોખીનો ફળોના રાજા કહેવાતા કેરીના સ્વાદનો આનંદ માણી રહ્યા છે. ત્યારે શ્રેષ્ઠ કચ્છી કેસર કેરીનું રાજકોટમાં આગમન થઈ ચૂકયુ છે. ગરમીની સીઝનમાં તાલાળાથી કેરી સૌપ્રથમ આવતી હોય છે ત્યારબાદ કચ્છની કેસર કેરી આવે છે.

અહિંના અમીન માર્ગ ઉપર વિદ્યાકુંજ એપાર્ટમેન્ટ અને સાંઈનાથ મંદિરની બાજુમાં આવેલ શ્રી જલારામ કેરી ભંડારના સંચાલક શ્રી વિજયભાઈ વી.સોઢા (મો.૯૮૯૮૦ ૫૦૪૫૧) જણાવે છે કે તાલાળાથી ઘણા વર્ષોથી કેરી લાવી વ્યાપાર કરૂ છું જયારે કચ્છની કેરીનો વ્યવસાય છેલ્લા ૭-૮ વર્ષથી કરૂ છું. તેઓએ જણાવેલ કે કચ્છના નામાંકિત ડભોઈ, ભુજ, અંજાર જેવા ગામોમાંથી બગીચાઓ ઓર્ગેનીક કેરીઓ લાવી કેસર અને હાફુઝનું વેચાણ કરે છે.

છેલ્લા ૨૫ વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા અને બહોળો અનુભવ ધરાવતા વિજયભાઈ કહે છે કે કચ્છની કેરી રૂ.૭૫૦થી ૮૫૦ (૧૦ કિલો) અને તાલાળાની કાચી કેરી રૂ.૬૫૦ (૧૦ કિલો) અને પાકી કેરી રૂ.૯૦થી ૧૦૦ લેખે વેચાણ કરે છે. એપ્રિલથી જુલાઈ સુધી એમ ત્રણથી ચાર મહિના વ્યવસાય કરે છે. હાલ ૨૦ થી ૨૫ દિવસ કચ્છની કેસર કેરીની આવક રહેશે. કચ્છના બગીચાઓમાંથી ઓર્ગેનીક કેરી લાવતા હોવાનું તેઓએ જણાવેલ.

કચ્છની ઓર્ગેનીક કેરી વિશે શ્રી સોઢા કહે છે કે આ કેરીમાં વરસાદ પડ્યા પછી પણ જીવાત થતી નથી. ૨૦ થી ૨૨ સુધી ઢીલી કે પોચી પડતી નથી. અનેક લોકો આ કેરીને બારેમાસ ભરી પેકીંગ કરી તેનો સ્વાદ માણતા હોય છે. આ મહિનાના અંતમાં કચ્છી કેરીના ભાવ વધવાની સંભાવના હોવાનું તેઓએ જણાવેલ.

દર વર્ષે પાંચથી સાત હજાર બોકસ કેરીનું વેચાણ કરતા વિજયભાઈ કહે છે કે આ વખતે મંદીનું મોજુ અને નોટબંધીની અસર જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા આ વખતે વેચાણ પણ ઓછુ થયુ હોવાનું તેઓએ જણાવેલ.

 આ તકે અખબારી વિતરક શ્રી ભગવાનજીભાઈ કોટક પણ ઉપસ્થિત રહેલ. કેરીના શોખીનોએ શ્રી જલારામ કેરી ભંડાર, વિદ્યાકુંજ એપાર્ટમેન્ટ અને સાંઈનાથ મંદિરની બાજુમાં, રાજકોટ ખાતે વિનુભાઈ સોઢાનો સંપર્ક કરવો.(તસ્વીર : વિક્રમ ડાભી) (૩૭.૮)

(4:38 pm IST)