Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ઓમનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા સની પટેલને તાલુકા પોલીસે પકડી લીધો

બાંગ્લાદેશ-અફઘાનિસ્તાનની ટી-ટવેન્ટી પર સટ્ટો રમાતો'તોઃ ર૮ હજારનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૬ : શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા જોઇન્ટ કમિશનરના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એસ.ણઝારાની સૂચનાથી પીએસઆઇ એસ.આર.સોલંકી, હેડ કોન્સ.એચ.ડી.ચુડાસમા, હેડ કોન્સ. એ.કે.કવાડીયા, નગીનભાઇ ડાંગર, ગોપાલસિંહ જાડેજા, નરેન્દ્રભાઇ ગઢવી, તથા રાહુલભાઇ ગોહેલ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે નગીનભાઇ ડાંગર તથા હીરેનભાઇ આહીરને મળેલી બાતમીના આધારે દોઢસો ફુટ રોડ પર ઓમનગર પાર્ટ-એ બ્લોક નં.ર૧ નંબરના મકાકનમાં દરોડો પાડી બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો સતી જેન્તીભાઇ મોલીયા (ઉ.૩૪) ને પકડી લઇ ચાર મોબાઇલ ફોન તથા એક લેપટોપ તથા રૂ.૧પ૦૦ રોકડ મળી કુલ રૂ.ર૮૦૦૦ ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.(૬.૨૨)

(4:27 pm IST)