Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ભેળસેળ સામે કોગ્નીઝેબલ ગુન્હો દાખલ કરી આકરી સજાની જોગવાઇ થાય તો જ આ દુષણ અંકુશમાં આવશે

તંત્રીશ્રી,

ખાદ્યચીજ વસ્તુઓના પુરતા ભાવ લઇ ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ભયંકર ચેડા કરનારા તત્વો સામે કડક કાયદો બનાવી ૧૦ વર્ષની સજાની જોગવાય થાય તે જરૂરી છે. અન્ય દેશમાં ભેળસેળ કરનાર દુકાનદારનું લાયસન્સ તાત્કાલીક રદ કરી દેવામાં આવે છે અને સખત સજા કરવામાં આવે છે. જયારે આપણે ત્યાં ગુજરાતમાં નમુના લેવામાં આવે અને લેબોરેટરીમાં મોકલવામાં આવે. પરિણામ આવે ત્યાં સુધીમાં તો સંજોગો બદલાય ગયા હોય છે. વળી ભેળસેળ સાબીત થાય તો પણ નજીવી સજા થાય છે. સારો ભાવ આપવા છતા મીઠાઇ, ફરસાણ, બ્રેડ બટર જેવી વસ્તુઓ ભેળસેળવાળી મળે છે. દુકાનો અને રેંકડીઓમાં ખાદ્ય વસ્તુઓ પર ઢાંકણા પણ ઢાંકેલા નથી હોતા. પાણી પુરી જેવી ખાદ્ય વસ્તુઓ પીરસનાર વેપારીના કપડા અને હાથ પણ સ્વચ્છ નથી હોતા. સ્વછતા અને ભેળસેળ સામે લોકોએ જાગૃત થવાની જરૂર છે. ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનાર સામે કોગ્નીઝેબલ ગુન્હો દાખલ કરી ૧૦ વર્ષની સજાની જોગવાઇ હોવી જોઇએ. રાજય કક્ષાએ ચેકીંગ સ્કોડની રચના કરવી જોઇએ. દરેક જિલ્લામાં ભેળસેળ માટે ચેકીંગની લેબોરેટરી હોવી જોઇએ. તો જ મહદઅંશે ભેળસેળ કરનારાઓ ઉપર કઇક અંકુશ આવી શકશે.

- આર. એસ. ભટ્ટ

ગોલ્ડ મેડલ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મો.૯૪૨૮૬ ૬૭૭૧૦

(4:17 pm IST)