Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

૮૦ ફુટ રોડ અને પટેલનગરમાંથી બે ટુવ્હીલર ચોરી જતાં ઉઠાવગીરો

રાજકોટ તા. ૬: વધુ બે સ્થળેથી વાહનો ચોરાઇ ગયા છે. રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે હિરનગર-૩ હરિઓમ ફલેટ નં. ૧૦૨માં રહેતાં પંકજભાઇ દેવશભાઇ જામરીયા (ઉ.૩૭)નું ટુવ્હીલર જીજે૩સીએન-૦૬૭૫ રૂ. ૧૦ હજારનું કોઇ એંસી ફુટ રોડ વિનર ઓટો કંપનીના ગેઇટ પાસેથી ચોરી જતાં થોરાળના પીએસઆઇ એમ. એફ. ડામોરે ફરિયાદ નોંધી છે. બીજા બનાવમાં કોઠારીયા રોડ મણીનગર-૪માં રહેતાં અશ્વિનભાઇ જમનભાઇ વાંજા (ઉ.૩૬)નું હોન્ડા જીજે૩એપી-૯૧૭૪ રૂ. ૨૦ હજારનું કોઇ પટેલનગર ૫૦ ફુટ રોડ પર વિશાલ હેર આર્ટ પાસેથી ચોરી જતાં ભકિતનગરના પીએસઆઇ પી.એમ. ધાખડાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:52 pm IST)