Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં અજાણ્યા વૃધ્ધનું મોતઃ મૃતકના બંને પગ કપાયેલા

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૬: સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં. ૧૧ની બહાર ખુણા પાસે અજાણ્યા આશરે ૮૫ થી ૯૦ વર્ષના વૃધ્ધ બેભાન પડ્યા હોઇ ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. હોસ્પિટલ ચોકીના એઅસઆઇ હરેશભાઇ રત્નોત્તરે જાણ કરતાં પીએસઆઇ બી. જી. ડાંગરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના બંને પગ ગોઠણેથી કપાયેલા છે. તસ્વીરમાં દેખાતા આ વૃધ્ધના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:33 am IST)