Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ભાજપનો આજે ૪૧મો સ્થાપના દિવસઃ સફળતાના શીખરે પહોંચવામાં કાર્યકરો સહભાગીઃ કમલેશ મિરાણી

શુભેચ્છકો-દેશવાસીઓ-તમામ શ્રેણીના કાર્યકરોને શુભેચ્છા પાઠવતા માંકડ-કોઠારી-રાઠોડ

રાજકોટ,તા.૬: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ,જીતુ કોઠારી, કિશોર રાઠોડે એક સંયુકત યાદીના માધ્યમથી આજે તા.૬ એપ્રિલ, ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિને આનંદ અને ગૌરવની લાગણી વ્યકત કરી સહુને શુભેચ્છા પાઠવી છે.

ભારતીય જનતા પાર્ટી ૪૧ વર્ષના યૌવનનો પરાક્રમસભર તરવરાટ અને પરીપકવ વિચારાધારા ધરાવે છે. જેને હૈયે હંમેશા દેશનું હિત રહ્યું છેે. સખત સંઘર્ષ અને સતત પરિશ્રમ જેના પાયામાં છે એ ભાજપ છેલ્લા ૪૧ વર્ષોમાં કળીમાંથી ફુલ અને ફુલમાંથી આખુ ઉપવન બની ગયો અને તેની પણ હવે ચોમેર વિસ્તરી હોવાની ખુશી વ્યકત કરેલ છે.

ભાજપની મુડી એમના કાર્યકર્તાઓ છે. સક્ષમ, ત્યાગી, મૂલ્યનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ ભાજપની ઓળખ છે. કાર્યકર્તાઓની તાકાત અને તપસ્યાના કારણે ભાજપ આજે સફળ તાના શિખરે બિરાજમાન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિજય બાદ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના લક્ષાવધિ સંનિષ્ઠ કાર્યકર્તાઓના પુ રૂષાર્થ, સમર્પણ, તપ, ત્યાગ અને સંકલ્પનું જ આ યશસ્વી પરિણામ હોવાનું તેઓએ જણાવ્યું છે.

ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠાઓ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્ર, એકાત્મ માર્ગદર્શન, સર્વધર્મ સમભાવ, મૂલ્ય આધારીત રાજનિતી રહેલી છે. ૧૯૮૦માં સ્થાપેલી ભારતીય જનતા પાર્ટીએ તેના 'જન્મ'થી જ અંત્યોદય અને રાષ્ટ્રપ્રેમ આધારીત સામાજીક-આર્થિક આદર્શો અને હિન્દુત્વ પર આધારીત વિચારધારા અપનાવી છેે.

હાલ દેશના કોરોના વાઇરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું હોય શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સોશ્યલ મીડીયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા અને પત્રિકાનું વાંચન કરશે. તેમ અંતમાં કમલેશ મિરાણી,દેવાંગ માંકડ, જીતુ કોઠારી,કિશોર રાઠોડે જણાવ્યું છે.

(4:36 pm IST)