Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

તંત્રના પાપે આજે સાંજે હજારો લોકોને ભોજન નહિં મળે : ઈન્દ્રનીલ

ભોજનસેવા પહોંચાડનાર લોકોને હેરાન કરવામાં આવે છે, પાસ કાઢી આપવા માંગણી : દરરોજ ૧૧,૫૦૦ લોકો ભોજનનો લાભ લ્યે છે

રાજકોટ : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા ગત તા.૨૬ માર્ચ થી આજદિન સુધીમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ભોજન વ્યવસ્થા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા કરવામાં આવેલ છે પરંતુ સરકારને પેટમાં તેલ રેડાતું હોય તેમ જમવાનું આપવું નથી અને જે લોકો આપે તેને પણ આપવા દેવું નથી આવી સરકારની ખોરા ટોપરા જેવી નીતિ છે જેના કારણે આજે સાંજે અનેક વિસ્તારોના લોકો ને આજે સાંજે ભોજન મળશે નહી કારણકે ભોજન લેવા આવતા લોકોને અને તેના વાહનને પોલીસ દ્વારા ગઈ કાલે અને અગાઉ પણ હેરાન કરવામાં આવી રહ્યાનું યાદીમાં જણાવાયુ છે. ટીફીન સેવા આપનારાઓને પાસ કાઢી આપવા કલેકટરશ્રીને રજૂઆત કરવામાં આવશે.

હાલમાં  વોર્ડ નં -૧૫/ગંજીવાડા, વોર્ડનં -૦૪/ભગવતીપરા , વોર્ડનં -૦૪/ભગવતીપરા, વોર્ડનં -૦૪/જયપ્રકાશ નગર, વોર્ડનં -૦૪/વેલનાથ, પોપટપરા વોર્ડનં -૦૩, લાલપરી વોર્ડનં -૦૪, ૫૩ કુવા -લાખાવાડી વોર્ડનં -૦૩, વોરા સોસાયટીમ વોર્ડનં -૦૩,ભગવતીપરા, રૈયાધાર વોર્ડનં -૦૧, રૈયારોડ  વોર્ડનં -૦૧, તોપખાના- વોર્ડનં -૦૩, આઈમાતા નગર - વોર્ડનં -૦૧, જંગલેશ્વર  - વોર્ડનં -૦૬, ગોકુલધામ આવાસ - વોર્ડનં -૧૩, વોર્ડનં -૧૮, વોર્ડનં -૦૩, પરસાણાનગર  - વોર્ડનં -૦૩, કુબાલિયાપરા - વોર્ડનં -૧૫, રૂખડિયાપરા- વોર્ડનં -૦૩, રૈયાધાર, શીતલધાર, સરસ્વતીનગર, ગિરિરાજનગર, ભગીરથ સોસા., ગુજરાત હાઉસિંગ બોર્ડ, વેલનાથ - વોર્ડનં -૧૮, ભરતનગર/૦૨ - વોર્ડનં -૧૫ ખોડિયારપરા - વોર્ડનં -૧૫, થોરોળા/રેફ.વશરામભાઇ, જય જવાન પાછળ મફતિયું - વોર્ડનં -૦૪, મોદી સ્કૂલ પાસે, ખોડિયારપરા -રૈયાગામ - વોર્ડનં -૦૧, વિશ્વનગર આવાસ - વોર્ડનં -૧૧, ભીમરાવ નગર/આજી ડેમ - વોર્ડનં -૦૬, નટરાજ મફતિયું - વોર્ડનં -૦૯, શિવાજી નગર - વોર્ડનં -૧૫, રૈયાધાર મફતિયું - વોર્ડનં -૦૧, આંબેડકર નગર(એસ.ટી. વર્કશોપ પાછળ), મંછા નગર - વોર્ડનં -૦૫, સાધુ વાસવાણી રોડ/આર.એમ.સી. કવાર્ટર - વોર્ડનં -૦૯, વોર્ડ નં -૧૫/ગંજીવાડા-૦૪, માંઢા ડુંગર, રૂખડિયાપરા -વોર્ડનં -૦૩, માલધારી મફતિયું, વેલનાથ મંદિર રાફડે-ક્રિષ્ના સોસા., શકિત સોસા./કોઠારીયા સોલ્વન્ટમાં ભોજન વિતરણ કરવામાં આવતુ હોવાનું યાદીમા જણાવાયુ છે.

(4:35 pm IST)