Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

ઝૂંપડપટ્ટી-નદી કાંઠા -વોકળા આસપાસના વિસ્તારો મચ્છરોથી થશે મુકતઃ ફોગીંગ કરાશે

રાજકોટ,તા.૬: હાલ રોગચાળાની ૫રિસ્થિતી તથા નદી, વોકળામાં સ્થગિત પાણીને કારણે કયુલેક્ષ પ્રકારના મચ્છરની  ઉત્૫તિ થવાના કારણે નદીકાંઠા તથા વોકળાની આસપાસના વિસ્તારોમાં મચ્છરની ઘનતા વઘુ હોય જેથી મચ્છરોનો ઉ૫દ્રવ ઘટાડવા તા.૦૭એપ્રિલથી ૧૫ એપ્રિલ સુધી મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ અને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકર ના સુચન અન્વયે રાજકોટ શહેરના નદીકાંઠાના વિસ્તારો, વોકળાની આસાપાસના વિસ્તારો તથા ઝું૫ડ૫ટી વિસ્તારોને ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે. જે અન્વયે જે વોર્ડમાં નદી, વોકળા, ઝું૫ડ૫ટી આવતી હોય તેવા નદીકાંઠા, વોકળા આસાપાસના વિસ્તારમાં વહીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા આ મુજબ વોર્ડ વિસ્તારને આવરી લેવામાં આવશે.  ઉકત પ્રોગ્રામ મુજબ વહિકલ માઉન્ટેડ ફોગીંગ મશીન તથા ઝું૫ડ૫ટી વિસ્તારોમાં આગામી ૧૦ દિવસમાં આવા વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવશે.

આ ફોગીંગ કામગીરી દરમ્યાન લોકોએ ફોગીંગની ટીમ તથા વાહનો સાથે એકત્રિત ન થવા, સંયમ જાળવવા તથા ફોગીંગ કામગીરીમાં સહકાર આ૫વા શહેરના નગરજનોને આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરની ખાસ અપીલ. (

તારીખ      વોર્ડ     વોર્ડ  વોર્ડ

             (વેસ્ટ ઝોન)    (સેન્ટ્રલ ઝોન)       (ઇસ્ટ ઝોન)

૭ એપ્રિલ    ૧      ૨     ૪

૮એપ્રિલ     ૮      ૩     ૫

૯એપ્રિલ     ૯      ૭     ૬

૧૧એપ્રિલ   ૧૦     ૧૩   ૧૫

૧૩એપ્રિલ   ૧૧     ૧૪   ૧૬

૧૫એપ્રિલ   ૧૨     ૧૭   ૧૮

(4:26 pm IST)