Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રાજપુત કરણી સેના દ્વારા ૧૦૦૮ રાશનકીટ અને પ હજાર માસ્કનું વિતરણ

રાજકોટઃ રાષ્ટ્રીય રાજપુત કરણી સેના તથા રાજપુતાના કોરોના ગૃપ દ્વારા રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા તથા બોટાદ જિલ્લા લોકોના દુઃખમાં ભાગીદાર થઇને કોરોના વાઇરસ રોગના મહામારીના કપરા સમયમાં માનવતા દાખવીને ટોટલ ૧૦૦૮ રાશન કીટ વિતરણ અને ૫૦૦૦ માસ્ક વિતરણ કરીને માનવ સેવા યજ્ઞ કરેલ છે. રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા તથા દાતાશ્રીના સહયોગથી જરૂરીયાતમંદ લોકોને ચાર રાઉન્ડમાં ૧૦૦૮ રાશન કરીયાણના કીટનું વિતરણ થયેલ છે. આ ૧૦૦૮ રાશન કીટની અંદાજે કિંમત ટોટલ ૧૦,૦,૦૦૦ (દશ લાખ) જેવી થાય છે. રાશન કીટમાં જરૂરી સામગ્રી ઘઉંનો લોટ, તેલ, ખીચડી, ચોખા, ચા, ખાંડ, મગ, ચના, મગ દાલ, ડુંગળી, બટાટા, મીઠું, ચટણી, હળદર, બિસ્કિટ વગેરે સામગ્રી હતી. રાજકોટ જિલ્લાના પારેવડા ખાતે વાદી વસાહતમાં ૧પ૦ રાશન કીટનું વિતરણ એસડીએમ શ્રી ચરણસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ થયું હતુ અને બીજી રાશન કીટોનું વિતરણ રાજકોટ શહેર, જિલ્લાના સ્લમ વિસ્તારોમાં તથા પડધરી ખાતે તથા બોટાદ જિલ્લામાં કરાયું હતું.  ઉપરાંત દાતાના સહયોગથી રાજકોટ શહેરમાં અલગ અલગ સ્થળોએ પ૦૦૦ માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. શહેરમાં રોજ રાત્રે વિવિધ સ્થળ પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ સ્ટાફ, સફાઇ કામદારોને ચા, પાણી તથા નાસ્તાની સેવા જયારથી લોક ડાઉન થયું ત્યારથી નિયમિત રીતે અપાઇ રહી હોવાનું શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ ચંદુભા પરમારની યાદીમાં જણાવાયું છે.

(4:24 pm IST)