Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જે પરમ સત્યને, પૂર્ણ સત્યને પ્રગટ કરતી હતી અને પ્રગટ થતું એ સત્ય એટલે 'આગમ':પૂ. નમ્રમુનિ મ.સા.

મહાવીરનું મન, મગજ, હૃદય અને આત્મા સ્વયં એક લેબોરેટરી હતી

રાજકોટ : મહાવીર જયંતીના શુભ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે સર્વજ્ઞ એવા પ્રભુ મહાવીરના જન્મને ઉપકારક અનુભવતા, કેળવજ્ઞાની પ્રભુ મહાવીરની કરૂણા અને જ્ઞાનધારાને તાદ્દશ્ય કરતાં ફરમાવ્યું કે, કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ પરમાત્મા મહાવીરના આંખોમાંથી, શબ્દોમાંી, રોમ રોમમાંથી કરૂણાની ધારા વહેવા લાગી, પ્રભુ મહાવીરના પગલે પગલે જ્ઞાનની જ્યોતિ પ્રકાશવા લાગી, પાવનતા અને પોઝીટીવીટી પ્રસરાવવવા લાગી. પ્રભુ મહાવીરની આસપાસમાં મૈત્રી અને પ્રેમનો નાદ ગુંજવા  લાગ્યો, હિંસક પશુઓ પણ મહાવીરના સાંનિધ્યમાં અહિંસક બની ગયા. કટ્ટર વેરીઓ પણ મિત્ર બની ગયા. જ્યાં અજ્ઞાનરૂપી અંધકાર હતો ત્યાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવા લાગ્યો, જયાં અંધશ્રદ્ધા હતી ત્યાં પૂર્ણ શ્રદ્ધાના ભાવ પ્રગટવા લાગ્યા.

ભગવાન મહાવીરે જગતને ઉપદેશ આપ્યો, યાદ રાખજે, તું જે બીજા સાથે કરે છે, તે જ તારી સાથે થવાનું છે.

તું જ્યારે બીજાનેદુઃખ આપે છે.ત્યારે તું બીજાને નહીં પણ તું સ્વયંને દુઃખ આપે છે.

તું જ્યારે બીજાને સુખ આપે છે ત્યારે તે સ્વયંને સુખ આપે છે.

તું જ્યારે બીજાને પ્રસન્ન કરે છે ત્યારે તું તારી જ પ્રસન્નતાના દ્વાર ખોલેછે.

આ વિશ્વ, જેટલું આપો તેનાથી અનેકગણું પામોના સિદ્ધાંતને આધારે જ ચાલેછ.ે

પૂર્ણ સત્યનો અહેવાસ કરનારા ભગવાન મહાવીર સત્યને સર્વજીવોના આત્મલ્યાણ અર્થે અભિવ્યકત કરે છે. એ અભિવ્યીકતની અવિરત વહેતી જ્ઞાનની ધારા એટલે 'આગમ'. કરૂણાનિધિાન મહાવીરના મુખમાંથી વહેતી ધારાઓ એટલે 'આગમ' 'મહાવીરના શબ્દોમાં સમાયેલા વિશ્વના એક એક સિક્રેટ્સ એટલે 'આગમ' તે સમયે ત્યાં ઉપસ્થિત વિશાળ સમુદાયએ જ્ઞાનધારામાં ભીંજાયને બની જાય છે. જ્યારે જ્ઞાનધારાને ઝીલનારાયો જ્ઞાનના એક એક સિક્રેટ્સને સમજી જાય છ, એ પરમ સત્યને પામીને આજ સુધી જે નહોતું સમજ્યાં તે બધું સમજવા લાગે છે. તેમને એક નવો દ્રષ્ટિકોણ મળી જાય છે, એક નવી રાહ મળી જાય છે.

પણ મહાવીરનું જેસત્ય આત્માની દિશા બતાવે છે. આત્મ જ્યોતિ પ્રગટાવે છે, તે 'આગમ' છે.

પ્રભુ મહાવીરનું જે જ્ઞાન આત્માનું દર્શન કરાવે છે, જે આત્માના હિત, શ્રેય અને કલ્યાણનું કારણ છે તે 'આગમ' છે.

પરમ જ્ઞાની પુરૂષના મુખમાંથી પ્રગટ થયેલ પરમ સત્ય એટલે 'આગમ'.

કોઇપણ જાતના પ્રેકટીકલ પ્રયોગ કે સંશોધન વિના પ્રભુ મહાવીરે કેળવજ્ઞાનમાં જોયું અને કહ્યું, 'વનસ્પતિમાં જીવ હોય છે. તેમને પણ દુઃખનું વેદન હોય છે.' તે જ વાત વૈજ્ઞાનિકો આજે રપ૦૦ વર્ષ પછી, વર્ષોના સંશોધન પછી સાબિત કરે છે, હા, વનસ્પતિમાં જીવ છે. મહાવીરે કહ્યું, માત્ર વનસ્પતિમાં જ નહીં, માટીમાં પાણીમાં, વાયુમાં અને અગ્નિમાં પણ જીવ છે.

વૈજ્ઞાનીકો કેટલાય પ્રયોગ અને કેટલાય પ્રયત્નો પછી એકાદ સત્યને શોધી શકે છે છતાં એ પૂર્ણ સત્ય તો નથી જ, પ્રભુ મહાવીરનું તો મન, મગજ, હૃદય અને આત્મ સ્વયં એક લેબોરેટરી હતી. જે પરમ સત્યને, પૂર્ણ સત્યને પ્રગટ કરતી હતી. અને પ્રગટનું થતું એ સત્ય એટલે 'આગમ'

પ્રભુ મહાવીરના મુખમાંથી નીકળતા એક-એક રહ્યો, જેને વિશ્વની કોઇ પણ પ્રયોગશાળામાં ટેસ્ટ કરાવો...એ ૧૦૦% સત્ય જ સાબિત થાય, એ રહસ્યોનો અણમોલ ખજાનો એટલે 'આગમ'

પરમાત્માનુ જ્ઞાન અને પરમાત્માની દ્રષ્ટિએ જ 'આગમ'

અર્ધમાગધી ભાષામાં, માલકોશ રાગમાં અનંતી કરૂણાના ભાવો સાથે ભગવાન મહાવીરના મુખકમળમાંથી વહેતી જ્ઞાનવાણીને જે જ્ઞાની પુરૂષોએ ઝીલી તેઓ 'ગણધર' કહેવાયા.

ગણધરોએ પ્રભુ મહાવીરના વહેતા જ્ઞાનને ગ્રંથ રૂપે સંગ્રહિત કર્યા, એ ગ્રંથો એટલે 'આગમ'

જેમ વૃક્ષમાંથી વરસેલા પુષ્પો વીણીને માળી સુંદર માળા ગૂંથે, તેમ મહાવીરના મુખમાંથી વરસતાં જ્ઞાનના પુષ્પોમાંથી મહાવીરના પરમ શિષ્યોએ ગ્રંથરૂપી માળાનું ગૂંથણું કર્યું, 'આગમ' કહેવાયા.

આ આગમ એટલે સૂક્ષ્મ જ્ઞાનનો અદ્દભૂત ખજાનો ! આ આગમ એટલે વિશ્વના એક એક વિષયોનો વિશાળ ખજાનો આ આગમ એટલે વિશ્વ્ના એક એક રહસ્યાનો ભંડારા'

(4:23 pm IST)