Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

મહાવીર જયંતિ નિમિતે ઓશોએ ભગવાન મહાવીર પર લખેલ પુસ્તકો વળતર ભાવે

રાજકોટ, તા. ૬ : સંબુદ્ધ રહસ્યદર્શી સદ્ગુરૂ ઓશોના સુત્ર ઉત્સવ અમારા નહી આનંદ આમાર ગૌત્રને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, અશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર તથા દ્વારા અવાર નવાર આયોજન કરવામાં આવે છે.

આગામી તા. ૬ ને સોમવારના રોજ મહાવીર જયંતિ નિમિત્તે તથા ૮ને બુધવારના રોજ પૂનમ નિમિતે આયોજીત એશો ધયાન શિબિરો ૪થા સંતવાણીના કાર્યક્રમો હાલની કોરોના સંક્રમક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્સલ કરેલ છે. ઓશો ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્ય પ્રકાશે દરેક ઓશો ધ્યાન મંદિરના ચેમ્બરને વિનંતી સાથ હાથ જોડીને કહે છે. દરેક મેમ્બર ઘર રહીને બંને તેટલો વધારે સમય ધ્યાન કરે. ધ્યાન હૈ તો સબકુછ હૈ ધ્યાન નહીં તો કુછ ભી નહીં.

તા. ૬ના રોજ મહાવીર જયંતિ નિમિત્તે હરસાલની માફક મહાવીર પરના ઓશોના પુસ્તકો જેવા કે (૧) મહાવીર વાણી ભાગ ૧ તથા ર (ર) જીન સુત્ર ભાગ-૧ થી ૪ (૩) મહાવીર મેરી દૃષ્ટિમે-ઓશો (૪) મહાવીર યામહા વિનાસ (પ) જયો કી ત્યો ધર દિનહી ચંદરીયા વગેરે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરેથી ર૦ ટકા વળતરથી ઉપલબ્ધ રહેશે.

સ્શ્રથળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ડી-માર્ટની પાછળની શેરી, વૈદવાડી શેરી નં.૪, રાજકોટ, વિશેષ માહિતીઃ સ્વામિ સત્ય પ્રકાશ :-૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ : ૯૮ર૪૮ ૮૬૦૭૦

(4:21 pm IST)