Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વોર્ડ નં.૧૩માં વિસ્તારવાસીઓ દ્વારા સફાઇ કામદારોનું સન્માન

રાજકોટઃ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ 'લોકડાઉન' પીરીયડ દરમ્યાન રાજકોટ શહેરમાં સફાઇ કામદાર દિવસ રાત જોયા વગર પોતાની ફરજ બજાવી રહ્યા છે. ત્યારે એમાં પણ કર્તવ્યનિષ્ઠાની પરાકાષ્ઠા ગણાય. કામદારો પોતાના વોર્ડમા તેમની કામગીરી નિભાવી રહ્યા છે. આવા નિષ્ઠાવાન કામદાર માટે શહેરીજનો ગર્વ અનુભવે છે ત્યારે વોર્ડ નં. ૧૩/બનાં સફાઇ કામદારોનું વિસ્તાર વાસીઓ દ્વારા હાર, શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. કામદારોનું સન્માન કરવામાં આવતા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયા અને ચેતનભાઇ નૈયાએ વિસ્તારવાસીઓનો આભાર વ્યકત કર્યો હતો.

(2:21 pm IST)