Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ચૈત્રી દનૈયાનો પ્રારંભઃ તાપમાન ૪૦ને પાર

ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામઃ બપોરના સમયે રસ્તાઓ સુમસામ

રાજકોટ તા.૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમેધીમે ચૈત્રી દનૈયાનો પ્રારંભ થયો છે. અને મહતમ તાપમાન ૪૦ ડીગ્રીને પાર થઇ ગયુ છે.

ગુજરાતમાં પ્રવર્તતા ઉતર-પુર્વીય ગરમ પવનોથી સમગ્ર રાજયમાં ગરમીનો પારો ઉંચે  ચઢયો છે. ખાસ તો સુરેન્દ્રનગરમાં તાપમાન ગઇકાલે ૪૧.૩ ડીગ્રીએ પહોંચી જતા લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઇ ગયા હતા.

કાલે સમગ્ર ગુજરાતમાં સુરેન્દ્રનગર ૪૧.૩ ડીગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યુ હતુ. આ ઉપરાંત અમદાવાદ ૪૦. ૪ ડીગ્રી,  ગાંધીનગર ૪૦.૭ ડીગ્રી,  વડોદરા ૪૦.૬ ડીગ્રી, સુરત ૩૯.૮ ડીગ્રી, રાજકોટ ૪૦.૭ ડીગ્રી, જુનાગઢ ૪૦.૮ ડીગ્રી, ભાવનગર ૪૦ ડીગ્રી, અમરેલી ૪૧ ડિગ્રી ઓખા ૩૦.૧ ડીગ્રી, પોરબંદર ૩૯.ર ડીગ્રી, વેુરાવળ ૩૭ ડીગ્રી, દીવ ૩૬.ર ડીગ્રી, મહુવા ૩૯.૬ ડીગ્રી, કેશોદ ૪૦.૮ ડિગ્રી અને ભુજનુ મહતમ તાપમાન ૪૦.પ ડિગ્રી રહયુ હતુ. ઓખા દ્વારકામાં લોકોએ અન્ય શહેરોની તુલનાએ ગરમીથી રાહત અનુભવી હતી.

જુનાગઢ : જુનાગઢ સહિત સોરઠમાં તાપમાનનો પારો ૪૦ ડીગ્રીને પાર થઇ જતાં અને ચૈત્રી દનિયાનો પ્રારંભ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં ક્રમશઃ વધારો થઇ રહયો છે. અને રવિવારે જુનાગઢમાં તાપમાનનો પારો ૪૦.૮ ડીગ્રી સુધી પહોંચી ગયો હતો અને હજુ હિટવેવ વધવાની શકયતા દર્શાવવામાં આવી છે.

આજે પણ સવારથી આકાશમાં અગ્નિ વર્ષા થઇ રહી છે. આથી આજે બપોરનું તાપમાન ૪૦ ડીગ્રીઉપર રહેવાની સંભાવના છે. હિટવેવની બ્સ્થિતિમાં લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહી સ્વસ્થ રહેવાની તબીબોએ સલાહ આપી છે

જામનગર : આજનું હવામાન ૩૮.પ મહતમ, ર૧.૪ મહતમ, ૮૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(2:15 pm IST)