Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા ૭૮ શખ્સો પોલીસની ઝપટે ચડયાઃ ૯પ વાહનો ડીટેઇન

રાજકોટ તા. ૬: જીલ્લામાં લોકડાઉનનો ભંગ કરતા ૭૮ શખ્સો પોલીસની ઝપટે ચડી જતા કાર્યવાહી કરાઇ હતી તેમજ ૯પ વાહનો ડિટેઇન કરાયા હતા.

જીલ્લા વિસ્તારમાં બિન ઉપયોગી જીવન જરૂરીયાતની ચીજ વસ્તું સિવાયની દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી, કોઇપણ પ્રકારના કામકાજ વગર પોતાનું વાહન હંકારી લટાર મારતા મળી આવતા તેમજ પરપ્રાંતિય મજુરોને પોતાના કારખના, ખેતરો, વાડી, બિલ્ડીંગ, બાંધકામ વિગેરેમાં મંજુર અર્થે રાખી હાલના સમયે નિરાધાર ગણી મજુરોને પોતાના વતન તરફ પ્રયાણ કરવા મજબુર કરતા કોઇ કાળજી નહિં લેતાં માલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરેલ છે.

રૂરલ એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ગઇકાલે જીલ્લામાં અલગ અલગ સ્થળે જાહેરનામાનો ભંગ કરનાર ૭૮ શખ્સો સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરાઇ છે તેમજ વિના કારણ બહાર લટાર મારવા નીકળેલા ૯પ શખ્સોના વાહનો ડિટેઇન કરાયા છે.કોરોના સંક્રમણને અટકાવવા બિનજરૂરી કામ વગર લોકોને બહાર ન નીકળવા અંતમાં એસ.પી. બલરામ મીણાએ અપીલ કરી છે.

(11:51 am IST)